Achira News Logo
Achira News

ભારતીય પોલીસે દારૂના મોટા જથ્થાની દાણચોરી અને ગુનાના આરોપી લાલુ સિંધી ગેંગ પર કાર્યવાહી કરી

Divya Bhaskar
ભારતીય પોલીસે દારૂના મોટા જથ્થાની દાણચોરી અને ગુનાના આરોપી લાલુ સિંધી ગેંગ પર કાર્યવાહી કરી
Full News
Share:

શહેરમાં દારૂના ધંધા માટે મોટુ નેટવર્ક ચલાવતી લાલુ સિંધી ગેંગને તોડી પાડવા પોલીસે ગુજસિટોકનો ગાળિયો કસ્યો છે. ત્યારે 12 બૂટલેગરો પૈકી મૂકેશ મખીજાનીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શહેરમાં 10 વર્ષથી હત્યા, ખંડણી, ધાડ, સરકારી કર્મી પર હુમલો સાથે મોટા પાયે દારૂનો ધંધો કરતી ‘લાલુ સિંધી ગેંગ’ 12 સભ્યો સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ગુજસિટોકનો ગુનો નોંધાયો હતો. ગેંગ સામે 106 ગુના નોંધાયા છે. ખાસ કરીને દારૂની હેરાફેરી માટે સાગરીતો સાથે મળી ગુનાખોરીની સિન્ડિકેટ બનાવી ગેંગ ઓપરેટ કરાતી હતી. પોલીસે મૂકેશ ઉર્ફે મુકુ નારાયણ મખીજાની(રહે, મંગલા મારવેલ, તરસાલ)ની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરીને 30 દિવસના રિમાન્ડ માગ્યા હતા, ત્યારે કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ આ મુદ્દે તપાસ કરશે મૂકેશ મખીજાની લાલુ સિંધી સાથે શાળામાં અભ્યાસ કરતો, ત્યારે તે લાંબા સમયથી ગેંગનો સભ્યો હતો, ત્યારે તેની સિન્ડિકેટમાં શું ભૂમિકા હતી? નાણાકીય વ્યવહારો ક્યાં થાય, મુકેશ માંજલપુરમાં પંજાબી જાયકા નામે હોટલ ચલાવે છે, તે મિલકત સહિત અન્ય સ્થળે તપાસ કરવા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય પોલીસે દારૂના મોટા જથ્થાની દાણચોરી અને ગુનાના આરોપી લાલુ સિંધી ગેંગ પર કાર્યવાહી કરી | Achira News