નમસ્તે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ બંને રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ ચૂંટણી હારી ગયા છે. સાથે જ બંનેએ રાજ્યની સત્તા પણ ગુમાવી છે. મમતા બેનર્જી 15 હજાર અને એમ.કે. સ્ટાલિન 8 હજારથી વધુ મતોથી હાર્યા છે. તમિલનાડુમાં પ્રથમ વખત ચૂંટણી લડેલા એક્ટર વિજય સરકાર બનાવશે. બીજી તરફ, ઈરાને અમેરિકન જહાજ પર મિસાઈલ છોડ્યાનો દાવો કર્યો છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો વિશે જણાવીશું... ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM નરેન્દ્ર મોદીના આમંત્રણ પર વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ ભારત આવશે. 2. સુપ્રીમ કોર્ટમાં CAAને પડકારતી અરજીઓની સુનાવણી થશે. 📰કાલના મોટા સમાચારો 1. બંગાળમાં પહેલીવાર ભાજપ સરકાર, 206 બેઠકો જીતી:TMCને 81 મળી, 134 બેઠકોનું નુકસાન; મમતા ભવાનીપુરથી હાર્યા બંગાળની 293 બેઠકોના પરિણામો આવી ગયા છે. ભાજપ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવવા જઈ રહ્યું છે. ભાજપને 206 બેઠકો મળી છે, જ્યારે મમતાની પાર્ટી TMC માત્ર 81 બેઠકો પર સમેટાઈ ગઈ છે. 2021ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ TMCને 134 બેઠકોનું નુકસાન થયું છે. કોંગ્રેસના ખાતામાં 2 બેઠકો આવી છે, જ્યારે બે બેઠકો હુમાયુ કબીરની પાર્ટી 'આમ જનતા ઉન્નયન પાર્ટી'એ જીતી છે. અન્યના ફાળે બે બેઠકો ગઈ છે. ભવાનીપુરથી સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી હરાવ્યા છે. સુવેન્દુ સામે આ તેમની સતત બીજી હાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં સુવેન્દુ નંદીગ્રામથી મમતા સામે જીત્યા હતા. બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠકો છે, જેમાંથી એક બેઠક ફાલતા પર 21 મેના રોજ ફરીથી મતદાન થશે. તેનું પરિણામ 24 મેના રોજ આવશે.વાંચો સંપૂર્ણ સમાચાર… 2. તમિલનાડુમાં વિજયની પાર્ટી 107 બેઠકો જીતી:આસામમાં ત્રીજીવાર ભાજપ; કેરળમાં 10 વર્ષ બાદ કોંગ્રેસની વાપસી, પુડુચેરીમાં NDA સરકાર કેરળમાં તમામ 140 બેઠકો પર પરિણામો જાહેર થઈ ગયા છે. અહીં કોંગ્રેસે 63 બેઠકો પર જીત નોંધાવી છે. આસામ, તમિલનાડુ અને પુડુચેરીની કુલ 529 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી થઈ. સૌથી મોટો ઉલટફેર તમિલનાડુમાં થયો છે, જ્યાં 2 વર્ષ પહેલાં બનેલી અભિનેતા વિજયની પાર્ટી (TVK) નંબર વન બની ગઈ છે. TVKએ 107 બેઠકો પર જીત મેળવી છે, જોકે તે બહુમતીના આંકડા (118 બેઠકો) થી થોડી પાછળ છે. સ્ટાલિનની પાર્ટી (DMK) ને 60, AIADMK ને 47, કોંગ્રેસને 5, ભાજપને 1 અને અન્યને 12 બેઠકો મળી છે. સીએમ સ્ટાલિન કોલાથુર બેઠક હારી ગયા છે, તેમને TVKના વી.એસ. બાબુએ 8000 થી વધુ મતોથી હરાવ્યા છે. બાબુ પહેલા DMKમાં જ હતા, ફેબ્રુઆરી 2026માં તેમણે વિજયની પાર્ટી જોઈન કરી હતી. આ દરમિયાન વિજયના ડ્રાઈવરના પુત્ર આર. સબરિનાથને વિરુગમ્બક્કમ બેઠક પરથી જીત મેળવી છે. અહીં, આસામમાં પણ હિમંતા સરકારની વાપસી થઈ છે. હિમંતા બિશ્વા સરમા સતત ત્રીજી વખત સરકાર બનાવશે. BJPએ અહીં 82 બેઠકો જીતી લીધી છે, જે બહુમતીના આંકડાથી 13 વધારે છે.વાંચો સંપૂર્ણ સમાચાર… 3. 5 રાજ્યોની 7 બેઠકો પર પેટાચૂંટણી:આમાંથી ભાજપ 4, કોંગ્રેસ 2 જીતી; ગુજરાતની બેઠક ભાજપના ફાળે; બારામતીમાં સુનેત્રા પવાર 2.18 લાખ મતોથી જીત્યા દેશના 5 રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. મહારાષ્ટ્રની બારામતી બેઠક પરથી NCP ઉમેદવાર સુનેત્રા પવારે 2 લાખ 18 હજાર મતોના અંતરથી ઐતિહાસિક જીત નોંધાવી. જીતનું આ અંતર ભારતમાં કોઈપણ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ છે. સુનેત્રા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે, જેમનું 28 જાન્યુઆરી 2026ના રોજ વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. બારામતી અજિત પવારની પરંપરાગત બેઠક રહી છે. અહીંથી સુનેત્રાની જીત લગભગ પહેલેથી જ નિશ્ચિત હતી. તેમની સામે 22 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતા. મહારાષ્ટ્રની રાહુરી બેઠક પરથી ભાજપના અક્ષય કાર્ડિલે જીતી ગયા છે. ભાજપે ગુજરાતની ઉમરેઠ, નાગાલેન્ડ અને ત્રિપુરાની 1-1 બેઠક પણ જીતી લીધી છે. કર્ણાટકની બાગલકોટ અને દાવણગેરે સાઉથ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીત મેળવી.વાંચો સંપૂર્ણ સમાચાર 4. દાવો- હોર્મુઝમાં અમેરિકી જહાજ પર ઈરાનનો મિસાઈલ હુમલો:અમેરિકાએ કહ્યું- આ જૂઠ છે; ટ્રમ્પે કહ્યું હતું કે અહીં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢીશું ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક અમેરિકી નેવી શિપ પર બે મિસાઈલો દાગી છે. આ હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેને પાછળ હટવું પડ્યું હતું. ઈરાની ન્યૂઝ એજન્સી 'ફાર્સ' એ આ અંગે માહિતી આપી છે. રિપોર્ટ મુજબ, આ હુમલો ત્યારે કર્યો જ્યારે અમેરિકી જહાજે ઈરાની નૌકાદળની ચેતવણીને અવગણીને હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ હોર્મુઝમાં તેના કોઈપણ નૌકાદળના જહાજ પર હુમલાના અહેવાલોને ફગાવી દીધા છે. સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે અમેરિકી સેના 'પ્રોજેક્ટ ફ્રીડમ' હેઠળ કામ કરી રહી છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. યુપી-રાજસ્થાનમાં વાવાઝોડા-વરસાદથી 4ના મોત:હરિયાણા-ઉત્તરાખંડમાં કરા પડ્યા; કાશ્મીરમાં ભૂસ્ખલનથી બારામુલા-ઉરી રોડ બંધ યુપી, રાજસ્થાન, બિહાર અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનો દોર ચાલુ છે. રાજસ્થાનમાં રવિવારે ખરાબ હવામાનને કારણે ત્રણ લોકોના મોત થયા. દૌસાના લાલસોટ અને કોટપુતલી-બહરોડના નારાયણપુરમાં કરા પડ્યા. યુપીના સુલતાનપુરમાં ચક્કી પર ઝાડની ડાળી પડવાથી એકનું મોત થયું. ફર્રુખાબાદમાં વાવાઝોડાથી થાંભલા ઉખડી ગયા, જ્યારે કાનપુરમાં રેલવે ટ્રેક પર ઝાડ પડી ગયું. હરિયાણાના સિરસા, ભિવાની અને મહેન્દ્રગઢમાં રવિવારે ભારે વરસાદ સાથે કરા પડ્યા. ઉત્તરાખંડના પણ 11 જિલ્લાઓમાં વરસાદ થયો. નૈનીતાલ, દેહરાદૂન અને અલ્મોડામાં કરા પણ પડ્યા. જમ્મુ-કાશ્મીરના લઘામામાં ભૂસ્ખલન પછી બારામુલા-ઉરી નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો. ટ્રાફિકને ઉરી તરફ બાંદી-પરનપિલન-દાચી માર્ગ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે.વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026થી અસરથી ચૂકવણી કરાશે રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે. કર્મચારીઓને અત્યાર સુધી જે 58 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું તેની જગ્યાએ હવે 60 ટકા કરાયું છે. મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરાયો છે. એટલે કે કર્મચારીઓને મે મહિનાના પગારમાં જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના એરિયર્સની ચૂકવણી પણ કરાશે. ભારત સરકારના 22 એપ્રિલ, 2026ના ઓફિસ મેમોરેન્ડમને અનુસરીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ મોંઘવારી ભથ્થાનો દર 58% હતો, જે હવે વધીને કુલ 60% થયો છે.વાંચો સંપૂર્ણ સમાચાર 7. કમલમમાં ઝાલમુરી ઝાપટીને ભાજપ નેતાઓની ઉજવણી:અમદાવાદના CG રોડના ફેમસ બંગાળી ઝાલમુરીવાળાએ મોજ કરાવી, વડોદરામાં યુવાનોએ મમતાના ફોટો પગથી કચડ્યો પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભાજપ જીત તરફ જણાતા ગુજરાતના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતની ઉજવણી કરી છે. વડોદરામાં યુવાનોએ મમતાના ફોટાને પગથી કચડ્યા હતાં. અમદાવાદના સીજી રોડ પરના ફેમસ કોલકાતા ચાટ નામના ઝાલમુરી બનાવનાર વ્યક્તિને ગાંધીનગર કમલમ ખાતે બોલાવવામાં આવ્યો હતો. રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઝાલમુરી ખાધી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 🎭આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બંગાળની જીત પર મોદીએ કહ્યું- ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું:ઘૂસણખોરો સામે કાર્યવાહી કરીશું, પ્રથમ કેબિનેટમાં આયુષ્માન ભારતને મંજૂરી મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : એટલાન્ટિક મહાસાગરમાં ક્રુઝ પર હંટાવાયરસ ફેલાવવાની શંકા:3 યાત્રીઓના મોત; આફ્રિકાના કિનારે જહાજ રોકાયું, યાત્રીઓને ઉતરવાની પરવાનગી નહીં વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 49 વર્ષમાં પ્રથમ વખત દેશમાં લેફ્ટ સરકાર પર લાલ લીટો:1957માં 'કેરલમ્'માં નંબૂદરીપાદે સત્તા અપાવી; 2026માં ત્યાંથી જ સમાપ્ત વાંચો સંપૂર્ણ સમાચાર 4.નેશનલ : બંગાળના પરિણામની પંજાબ પર શું અસર, જાણો એક્સપર્ટના અભિપ્રાય: પંજાબમાં BJP ફાઈટ મોડમાં આવી જશે, કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સત્તાપલટો થશે; CM માને કહ્યું- આ શેખચલ્લીના સપના વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 7.50%થી ઓછા વ્યાજ દરે મળી રહી છે હોમ લોન:બેંક ઓફ ઇન્ડિયા 7.10% વ્યાજ દરે લોન આપી રહ્યું છે, જુઓ 5 બેંકોના વ્યાજ દરો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : CSKના ઓલરાઉન્ડર રામાકૃષ્ણ ઘોષ IPL 2026માંથી બહાર:મુંબઈ સામે ડેબ્યૂ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો; ચેન્નઈએ હજુ સુધી રિપ્લેસમેન્ટ નક્કી કર્યું નથી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : કેદારનાથ ધામમાં -6°C તાપમાન, હેલીકોપ્ટર સેવા સ્થગિત:ચારધામ યાત્રા માટે 27.5 લાખ રજિસ્ટ્રેશન; ખરાબ હવામાન વચ્ચે પણ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ તરસ છીપાવવા હેલિકોપ્ટરથી ગ્લેશિયર પહોંચી છોકરી તરસ છીપાવવા માટે એક છોકરી હેલિકોપ્ટરથી ગ્લેશિયર પહોંચી ગઈ. એક અબજોપતિ બિઝનેસમેનની દીકરી એના લિન્ડેએ વીડિયો શેર કર્યો છે. તેમાં બતાવવામાં આવ્યું છે કે તરસ લાગવા પર તે પ્રાઇવેટ હેલિકોપ્ટર બુક કરીને સીધી ગ્લેશિયર જાય છે અને પછી ત્યાંનું તાજું પાણી પીવે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1.Editor's View: બંગાળમાં 83 વર્ષે હિન્દુ પોલિટિક્સ: મોદી-શાહનું 'મિશન ઇસ્ટ' આ રીતે પાર પડ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ, કૉંગ્રેસનો છેલ્લો ગઢ કેરલમ 2.ગ્રાઉન્ડ રિપોર્ટ : તમિલનાડુમાં થલાપતિનો 'વિજય' ઘોષ: રડતા-બૂમો પાડતા ચાહકોના ભરોસે સ્ટારથી CMની ખુરશી સુધી પહોંચ્યા, જીતના 5 કારણો 3.ઈલેક્શન એક્સપ્લેનર : ગઢમાં 58% સીટ હારે છે મમતા, શું મુસ્લિમોએ દગો દીધો: ભાજપે માત્ર 7% વોટથી 121 સીટ કેવી રીતે વધારી; બંગાળ પરિણામોના 5 ફેક્ટર્સ 4.આજનું એક્સપ્લેનર: દેશભરની મહિલાઓને મળી શકે છે સીધા રોકડા; દક્ષિણમાં બ્રાન્ડ મોદી બેઅસર, ઈન્ડિયા બ્લોક વિખેરાઈ જશે; ચૂંટણીના 8 નેશનલ ઇમ્પેક્ટ 5.દીદી બોલ્યા હતા- તૃણમૂલ રહી તો ફરી મળીશું: મોદીએ કહ્યું- ડુંગળી ખાઉં છું દિમાગ નહીં, રાહુલનું નિશાન ચૂક, જુઓ ચૂંટણીની વાયરલ મોમેન્ટ્સ 6.મંડે મેગા સ્ટોરી : જ્યારે મમતાએ રાતોરાત સોનિયાની કોંગ્રેસને શૂન્ય કરી દીધી: 34 વર્ષની લેફ્ટ સરકારને ઉખેડી ફેંકી હતી; હવે દીદીની વિદાય નક્કી 🌍કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: સિંહ રાશિના જાતકોને આજે મનગમતી સફળતા મળશે, ગ્રહ સ્થિતિ અનુકૂળ હોવાથી કર્ક રાશિના લોકોને લીલા લેરવાંચો સંપૂર્ણ રાશિફળ
ભારતીય રાજકારણમાં ઉતાર-ચઢાવઃ મુખ્યમંત્રીઓ ફરી ચૂંટણીની બોલી હારી ગયા અને વધુ
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.