Achira News Logo
Achira News

ભારતીય રેડ ક્રોસે વાંસડામાં પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કર્યું

Divya Bhaskar
ભારતીય રેડ ક્રોસે વાંસડામાં પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કર્યું
Full News
Share:

ઇન્ડિયન રેડ ક્રોસની વાંસદા શાખા અને જુનિયર રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વાંસદાની પ્રતાપ હાઈસ્કૂલથી શરૂ થઈને વાંસદાના મુખ્ય બજારમાંથી પસાર થઈ હતી. રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારીએ લીલી ઝંડી બતાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ પ્રસંગે વિદ્યાર્થીઓને પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં રેડ ક્રોસના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિનેશ ભાવસાર, કિશનભાઈસેંગાર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય જયદીપસિંહ પરમાર, વાંસદા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ હાઈસ્કૂલના શિક્ષકો અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. રેલીમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ "પર્યાવરણ બચાવો" જેવા સૂત્રોચ્ચાર કરીને વાંસદા નગરમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશો ફેલાવ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભારતીય રેડ ક્રોસે વાંસડામાં પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કર્યું | Achira News