Achira News Logo
Achira News

ભિલ્ડી વિસ્તારમાં ₹1 કરોડનાં માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરાયો

Divya Bhaskar
ભિલ્ડી વિસ્તારમાં ₹1 કરોડનાં માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરાયો
Full News
Share:

ડીસા તાલુકાના ભીલડી વિસ્તારમાં રૂ.25.40 કરોડના વિવિધ રોડ કાર્યોનું દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જગદીશશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નવી ભીલડી રેલવે સ્ટેશન રોડ સહિત અનેક મહત્વપૂર્ણ માર્ગોના કામોની સત્તાવાર રીતે શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ રામસણ-ભાદરા-નાંદલા રોડ, જૂની ભીલડીથી દશામાં મંદિર રોડ, નવી ભીલડી-જુના નેસડા-મોટી ઘરનાલ ચાર રસ્તા જોડતો માર્ગ, મોટી ઘરનાળ-ગોઢા રોડ, ભીલડી અપ્રોચ રોડ તેમજ બલોધર-મોટા કાપરા જોડતો રોડ જેવા માર્ગોના રીસરફેસિંગ અને વિકાસ કાર્યો હાથ ધરાશે. કાર્યક્રમમાં ભીલડી ભાજપ મંડળના મહામંત્રી સુરેશભાઈ સિલ્વા, પૂર્વ માર્કેટ યાર્ડ ચેરમેન બાબુભાઈ પાનકુટા, સરપંચો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ માર્ગોના વિકાસથી વિસ્તારના ગામો વચ્ચેનું જોડાણ મજબૂત બનશે તેમજ પરિવહન સુવિધા વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભિલ્ડી વિસ્તારમાં ₹1 કરોડનાં માર્ગ નિર્માણ કાર્યોનો શિલાન્યાસ કરાયો | Achira News