ભાવનગર-ઉધમપુર (શહિદ કેપ્ટન તુષાર મહાજન ઉધમપુર જન્મભૂમિ એક્સપ્રેસ) સાપ્તાહિક ટ્રેન લાંબા સમયથી બંધ છે અને હજુ જુન સુધી તેના શરૂ થવાના કોઇ અણસાર નથી. આ ટ્રેનની રેક લાંબા સમયથી ભાવનગરના સ્ટેશનો પર ફાજલ અવસ્થામાં છે, અને તેના પાર્કિંગ અંગેના તથા રેકની હે ટ્રેન નં.19107 ભાવનગર-ઉધમપુર ટ્રેન ઉત્તર ભારતમાં ચાલી રહેલી મરામત અને અન્ય કારણોથી લાંબા સમયથી બંધ કરવામાં આવી છે અને હજુ જુન મહિના સુધી તેના ચાલુ થવાના અણસાર ધુંધળા છે. અગાઉ પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેનની રેક પાલિતાણામાં ફાજલ પડી રહેતી હતી અને સપ્તાહમાં માત્ર એક જ વખત તેનો ઉપયોગ થતો હતો, તે બાદમાં મુંબઇથી અન્યત્ર ઉપયોગ થવા લાગ્યો અને બાંદ્રા-પાલિતાણાનો સમય થાય ત્યારે જ તેને લાવવામાં આવે છે. ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને સપ્તાહમાં બે વખત સંચાલિત કરવાની રજૂઆત સરકાર સમક્ષ આવેલી છે, આ ટ્રેન શુક્રવારે ભાવનગરથી ઉપાડી અને રવિવારે પરત આવી શકે તેના માટે શેડ્યુલ સહિતની બાબતો ગોઠવાઇ રહી છે. ફાજલ રેક પડી રહે તો અન્યત્ર ટ્રાન્સફર થવાનું જોખમપશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનની ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન ઉત્તર ભારતમાં ચાલી રહેલા મરમત કાર્યને કારણે બંધ છે, ક્યારે શરૂ થવાની છે તે નક્કી નથી. આવી ફાજલ રેક પર રેલવે તંત્રની નજર જ હોય છે, અને અન્ય ડિવિઝનોમાં તેને ફાળવી દેવામાં આવે છે. ત્યાંથી પુન: તેને લાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. - કે.ટી. મીના, પૂર્વ અધિકારી રેલવે ટ્રાફિક, એક્સપર્ટ શા માટે જરૂરી છે ફાજલ રેકનો ઉપયોગ?રેલવે તંત્રનો ચોક્કસ વિભાગ ફાજલ રેકનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરી શકાય તેના માટે નિયુક્ત હોય છે. ફાજલ રેકને અન્યત્ર દોડાવવામાં આવે તો મુસાફરોને ટ્રેનોની સવલત મળી રહે અને રેલવે તંત્રને પણ તેના થકી નોંધપાત્ર આવક મળી શકે તેમ છે.
ભાવનગર-ઉધમપુર ટ્રેન બંધ કરવાની અને નવા રૂટની દરખાસ્તો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.