Achira News Logo
Achira News

ભાવનગર કોર્પોરેશનનો જાહેર મનોરંજન અને સગવડ પર નકામો ખર્ચ

Divya Bhaskar
ભાવનગર કોર્પોરેશનનો જાહેર મનોરંજન અને સગવડ પર નકામો ખર્ચ
Full News
Share:

ભાવનગર કોર્પોરેશન દ્વારા પ્રજાના મનોરંજન અને સુવિધા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ જાળવણીના અભાવે કરોડોનો ખર્ચ પાણીમાં જાય છે. મનોરંજન અને સુવિધામાં પ્રજા પાસેથી નાણા પણ લેવામાં આવે છે પરંતુ કોર્પોરેશન તેની પાછળ મેન્ટેનન્સનો ચાલુ વર્ષે મહાનગરપાલિકા બ્યુટીફિકેશન અને રોડને જ શહેરનો વિકાસ સમજતા હોય તેમ સરકારમાંથી ફાળવાથી ગ્રાન્ટ પૈકીની વધુ રકમ તો બ્યુટીફિકેશન અને રોડ પાછળ જ ખર્ચ કરવામાં આવે છે. તેમ છતાં શહેરના અનેક બાગ બગીચા જાળવણીના અભાવે ઉજ્જડ બની રહ્યા છે. પીલગાર્ડન પાછળ પણ કોર્પોરેશને કરોડો રૂપિયા ખર્ચ કર્યા પરંતુ અને સાધનો તૂટી ગયા છે તો અનેક સુવિધાઓ બિનઉપયોગી થઈ ગઈ છે. સરદારનગર સર્કલ, ઘોઘા સર્કલ અને મહિલા કોલેજ બગીચો તો માંડ માંડ વર્ષો બાદ નિરર્થક ઘણા ખર્ચ કરી લોકોને ઉપયોગી બન્યા છે. કોર્પોરેશનના ગાર્ડન વિભાગ હસ્તકના જવાહર બાલવાટિકા, અકવાડા લેક, ગંગાજળિયા તળાવ પાર્કિંગ, કૈલાશ વાટિકા, સરદાર નગર અને નીલમબાગ સ્વિમિંગ પૂલ દ્વારા ભાવનગર કોર્પોરેશનને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 43,60,803 ની આવક થઈ છે. જેની સામે વિવિધ બગીચા સર્કલમાં હાલમાં મેન્ટેનન્સ કરવા, બગીચાની સાફ-સફાઈ, ટેન્કર દ્વારા પાણી આપવાનો અને આઉટસોર્સિંગ શ્રમયોગીઓનો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ 4,79,62,359 ખર્ચ થયો હતો. આમ, કોર્પોરેશનના બાગ બગીચા અને સ્વિમિંગ પૂલની આવક માટે દળી દળીને ઢાંકણીમાં જેવું છે. હજુ આગામી વર્ષના અંદાજપત્રમાં નવા બગીચાઓ અને મનોરંજન તેમજ આરોગ્ય માટેની સુવિધાઓ ઉભી કરાનાર છે ત્યારે કોર્પો. દ્વારા તેની વ્યવસ્થિત જાળવણી થાય તેવું આયોજન કરવું જરૂરી છે. ગંગાજળીયા તળાવની સફાઈ માટે 13.36 લાખનો ખર્ચ છતાં બદતરભાવનગર શહેરની મધ્યમાં અને ઘરેણા સમાન ગંગાજળિયા તળાવને કરોડો રૂપિયા ખર્ચ કરી ડેવલપ કરવામાં આવ્યું છે પરંતુ તંત્રની બેદરકારીથી ગંગાજળિયા તળાવની હાલત બદતર થઈ ગઈ છે. ગંગાજળિયા તળાવની સફાઈ કરાવવા કોર્પોરેશને ચાલુ વર્ષ દરમિયાન 13,36,572 રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ તળાવમાં ઉગી નીકળેલી વનસ્પતિ અને ગંદકીની દુર્ગંધને કારણે તળાવની આસપાસથી નીકળવા પણ મોં પર રૂમાલ રાખવો પડે તેમ છે. બાલવાટિકાને 61.93 લાખના ખર્ચે આઉટસોર્સિંગથી ચલાવવા આપ્યોબાલવાટિકા ગાર્ડનમાં પ્રવેશ ફી, 5 D થિયેટર ફી અને એકવેરીયમ ફી તેમજ મિરર મેઝ ફી ના નિયત કરેલા દર મુજબ ઉઘરાવી અને કેન્ટીનના સંચાલન સાથે ત્રણ વર્ષ માટે વાર્ષિક લાયસન્સ ફી રૂપિયા 5,25,000 વસૂલી ચલાવવા આપવા અને શહેરના બોરતળાવ બાલવાટિકામાં પઝલ્સ, સર્કસ એડવેન્ચર અને વોટર ફીચર સહિતના કામો માટે આઉટસોર્સિંગથી 56,68,531 બે વર્ષ માટે ચલાવવા આપ્યું છે. ખર્ચની ફેક્ટ ફાઈલ આઉટસોર્સિંગથી મેન્ટેનન્સ - 42209582 બગીચાની સફાઈ - 2960200 ટેન્કરથી પાણી આપવાનો - 1456000 ગંગાજળિયા તળાવ સફાઈ - 1336572

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

ભાવનગર કોર્પોરેશનનો જાહેર મનોરંજન અને સગવડ પર નકામો ખર્ચ | Achira News