ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે મળેલી સાધારણ સભામાં ગત બજેટમાં કરેલ જોગવાઈઓના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી જેથી આગામી નવા શૈક્ષણિક સત્રમાં શિક્ષણ સમિતિના બાળકોને શૈક્ષણિક રમકડા, સંગીતના સાધનો અને યુનિફોર્મ સહિતની સુવિધા મ શિક્ષણ સમિતિની આજે મળેલી સભા દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નવી ભળેલ નવાબંદર પ્રાથમિક શાળાનું નામ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પ્રાથમિક શાળા રાખવાનો નિર્ણય કર્યો હતો. તદુપરાંત શિક્ષણ સમિતિની શાળાઓમાં બાલવાટિકા થી ધોરણ 3 સુધી મોન્ટેસરી પદ્ધતિ મુજબના શૈક્ષણિક રમકડાની ખરીદી કરવા, શાળા દીઠ સંગીતના સાધનોની ખરીદી કરવાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિની શાળાઓનો પણ ખાનગી શાળાઓની જેમ પ્રચાર થાય તે માટે પ્રતિભાશાળી બાળકોના ફ્લેમિંગ સાથેના બોર્ડ બનાવવાને પણ મંજૂર કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનું સન્માનનું તેમજ આગામી દિવસોમાં શિયાળુ રમતોત્સવના આયોજનના ખર્ચને મંજુર કરવામાં આવ્યું હતું.
ભાવનગર શિક્ષણ સમિતિએ શાળાનું નામ બદલીને ખર્ચને મંજૂરી આપી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.