પોરબંદર શહેરમાં ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ઓફિસ નજીક આવેલ બ્લોક ડિસ્પેન્સરી સેન્ટરનું 45 વર્ષ જૂનું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું હતું તેમજ આ બિલ્ડિંગમાં આવેલ સોચાલય પણ પાણીના અભાવે બંધ હતું ત્યારે હવે આ જર્જરીત બિલ્ડિંગનું રૂ આ રિનોવેશન પૂર્ણ થઈ જતા આધુનિક બિલ્ડીંગ ઉપલબ્ધ થયું છે. પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકના શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલ છે.પરંતુ હાલ શહેરમા ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકનું બે જ આરોગ્ય કેન્દ્ર આવેલ છે.ભાવસિંહજી સરકારી હોસ્પિટલ હસ્તકની બ્લોક ડિસ્પેન્સરી સેન્ટર આવેલ છે.આ સેન્ટરનું બિલ્ડિંગ 45 વર્ષ જૂનું હોવાથી જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યું હતું.આ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં તેમજ સોચાલય પણ જર્જરીત હાલતમાં હોવાથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું.ત્યારે 45 વર્ષ જૂનું આ જર્જરીત બિલ્ડીંગનું રૂ.5 લાખના ખર્ચે રિનોવેશન શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારે આ કામગીરી પૂર્ણ થતાં અધુનિક બિલ્ડીંગ ઉપલબ્ધ થયું છે. બ્લોડ ડિસ્પેન્સરી સેન્ટરમાં બિલ્ડિંગનું રિનિવેશન, કલરકામ, ટાઇલ્સ, સ્ટોર રૂમ, બાથરૂમ રીનોવેશન અને કમ્પાઉન્ડમાં પી.સી.સી.સહિતની કામગીરી કરવામાં આવશે.આ સેન્ટરનું રિનિવેશન કામ પૂર્ણ થયે અહીં ફરજ બજાવતા સ્ટાફ અને દર્દીઓને વધારાની સુવિધા ઉપલબ્ધ થયું છે.
ભાવસિંહજી સરકારી હોસ્પિટલ નજીક જર્જરિત બ્લોક દવાખાના કેન્દ્રની ઇમારત મળી આવી
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.