Achira News Logo
Achira News

મોટી પનેલી વિસ્તારમાં વાવાઝોડું ત્રાટક્યું, ગભરાટ ફેલાયો

Akila News
મોટી પનેલી વિસ્તારમાં વાવાઝોડું ત્રાટક્યું, ગભરાટ ફેલાયો
Full News
Share:

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી ઉપલેટા તા.ર૦,તાલુકાના મોટી પાનેલી પંથકમાં પૂર્વ આગાહી ના ભાગ રૂપે ભયાનક વિકરાળ સ્‍વરૂપે વાવાઝોડું ટ્રાટકતા ચારેબાજુ અફરા તફરી નો માહોલ સર્જાયો હતો બપોરે ચાર વાગ્‍યાં આસપાસ અચાનક વાતાવરણ પલટાયું હતું ચારેબાજુ ઘોર અંધારું છવાયું અને જોતજોતામાં વાવાઝોડા એ દસ્‍તક દેતા ધૂળની ડમરી ચડતા વળક્ષ નો સોથ વળી ગયેલ જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયેલ જોરદાર વરસાદ અને વાવાઝોડા થી ભારે ડર નો માહોલ બન્‍યો હતો ખેતરો માં ઉભા પાક ઘઉં તુવેર ચણા જેવા મોલનો સોથ વળી ગયાના પણ સમાચાર છે ખેડૂતો નો રાતે પાણીએ રોવાનો વારો આવ્‍યો છે કુદરતના કહેર થી ધરતીપુત્રો વીલા મોઢા કરી મોઢે આવેલ કોળિયો છીનવાતા જોઈ રહ્યા છે એક કલાક સુધી પડેલા વરસાદ ને લઈને રોડ રસ્‍તા માં ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મોટી પનેલી વિસ્તારમાં વાવાઝોડું ત્રાટક્યું, ગભરાટ ફેલાયો | Achira News