Achira News Logo
Achira News

મોટા બજેટની રોમેન્ટિક ડ્રામા પર શાહરુખ ખાનની નજર

Western Times
મોટા બજેટની રોમેન્ટિક ડ્રામા પર શાહરુખ ખાનની નજર
Full News
Share:

મુંબઈ,શાહરૂખ ખાનની ફિલ્મ કિંગ ૨૪ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું સહલેખન અને ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. જેમ જેમ શાહરૂખ ખાન કિંગનું શૂટિંગ પૂરું કરવા તરફ આગળ વધી રહ્યો છે, તેમ તે શાંતિથી તેના આગામી પ્રોજેક્ટ માટે અનેક લેખકો અને દિગ્દર્શકો સાથે મુલાકાતો કરી રહ્યો છે. પહેલાં એવા અહેવાલો હતા કે ફરાહ ખાન હાલમાં તેનાં આગામી પ્રોજેક્ટ માટે આગળ વધી રહ્યાં છે, જે એક ડબલ રોલ ધરાવતી એન્ટરટેનર ફિલ્મ હશે, જેનું નામ હાલ પૂરતું તો ‘મેં હૂં ના ૨’ રાખવામાં આવ્યું છે. જોકે આ ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ હજી ચાલુ છે, ત્યારે અચાનક જ શાહરૂખ ખાનને એક નવી ઓફર મળી છે, જે તેનાં આગામી પગલાંને બદલી શકે છે. વિશ્વસનીય સુત્રોનાં અનુસાર, શાહરૂખ ખાનને એક મોટા બજેટની, ઓલ્ડ-સ્કૂલ અને પરિપક્વ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ માટે સંપર્ક કરવામાં આવ્યો છે — આ ઓફર ઇન્ડસ્ટ્રીના લોકો માટે પણ આશ્ચર્યજનક છે. આ સ્ક્રિપ્ટ અચાનક જ સામે આવી છે અને શાહરૂખ ખાનને ખુબ પસંદ પડી છે, તેથી તે આ ફિલ્મ પર ગંભીરતાથી વિચારી રહ્યો છે.આ બાબતે વધુ રસપ્રદ વાત એ છે કે શાહરૂખ ખાન ફરીથી રોમેન્ટિક જોનર તરફ વળવા ઉત્સુક છે, જેણે તેના સુપરસ્ટારડમને ઓળખ આપી હતી. સુત્રએ આ રોલ અંગે જણાવ્યું,“આ તેના આગળના રોલ જેવો રોલ નથી. પરંતુ તેની ઉંમરને અનુરૂપ એક પરિપક્વ પ્રેમકથા છે, જેમાં ભાવનાત્મક ઊંડાણ અને નાટ્યાત્મકતા છે. આ ફિલ્મ તેને ફરીથી રોમેન્ટિક હીરો તરીકે રજુ કરશે.”જોકે, ફરાહ ખાનની ફિલ્મ અને આ ફિલ્મ વચ્ચેની મુંઝવણ અંગે સુત્ર જણાવે છે,“શાહરૂખ ખાન બંને પ્રોજેક્ટ્‌સ માટે સમાન રીતે ઉત્સાહિત છે — ફરાહ ખાનની ફિલ્મ અને આ નવી રોમેન્ટિક સાગા. અંતિમ નિર્ણય જુન સુધીમાં લેવાય તેવી શક્યતા છે, ત્યાં સુધીમાં શાહરુખ બંને સ્ક્રિપ્ટ અને તેની પ્રક્રિયાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી લેશે. આ દરમિયાન શાહરુખ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય મોટા નામો સાથે પણ ચર્ચા કરી રહ્યો છે.”સુત્રએ આગળ કહ્યું, “સતત એક્શન ફિલ્મો આપ્યા પછી, શાહરૂખ ખાન હવે શારીરિક રીતે ભારે પડતા રોલથી થોડું દૂર રહેવા માંગે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મોટા બજેટની રોમેન્ટિક ડ્રામા પર શાહરુખ ખાનની નજર | Achira News