વઢવાણની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ આર.જે.દોશી સનરાઈઝ સ્કૂલ અને ગોવિંદસિંહજી રાણા હાઈસ્કૂલ ખાતે તા. 3 ફેબ્રુઆરી-2026ને મંગળવારે માતૃ- પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં માતા-પિતા પ્રત્યે આદર અને સંસ્કારોનું સિંચન કરવાનો હતો. યોગ વેદાંત સમિતિના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની પ્રતીતિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 થી 200 જેટલા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે શાસ્ત્રોક્ત વિધિ અને આદરપૂર્વક માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતુ. અને એલકેજીથી ધો. 9 સુધીના 85થી વધુ વિદ્યાર્થીઓએ માતા- પિતાની પરિક્રમ કરી આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી. શિસ્તબદ્ધ વ્યવસ્થા અને આધ્યાત્મિક વાતાવરણને કારણે કાર્યક્રમ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો. શાળા પરિવારે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો દ્રઢ બને છે. યોગ વેદાંત સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સમગ્ર પંથકમાં બિરદાવવમાં આવ્યો હતો. વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવ્યાહાલ મોબાઇલ-ટીવી અને દોડધામ વાળી લોકોની જીંદગી થઇ ગઇ છે. ધંધો-રોજગાર અને જવાબદારી તેમજ સમયના અભાવે માતા-પિતા અને સંતાનો વચ્ચે અંતર વધી ગયુ છે. ત્યારે ઘરમાં બાળકો માટે સમય ફાળવી તેમજ માતૃ-પિતા વંદનાની દૈનિક પ્રક્રિયાથી આ અંતર દૂર થઇ શકે છે. આથી આ શાળામાં જ્યારે સંતાનોના હસ્તે સન્માન મેળવીને અનેક વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. માત્ર વાલીઓ જ નહીં, પણ હાજર રહેલા શિક્ષકગણ પણ આ ક્ષણો જોઈને ગદગદિત થઈ ગયા હતા.
માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં આદર અને મૂલ્યોને પ્રોત્સાહન આપે છે
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.