Achira News Logo
Achira News

મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી 1.65 અબજ ડોલરમાં ખરીદી

Akila News
મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી 1.65 અબજ ડોલરમાં ખરીદી
Full News
Share:

મુંબઈ:ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો બિઝનેસ સોદો પાર પડ્યો છે. સ્ટીલ કિંગ તરીકે જાણીતા લક્ષ્મી એન. મિત્તલ અને તેમના પરિવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પુનાવાલા સાથે મળીને રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝીને ખરીદવા માટે કરાર કર્યા છે. આ સોદો અંદાજે$1.65બિલિયન (અંદાજે₹13,755કરોડ) માં નક્કી થયો છે,જે અંતર્ગત મિત્તલ પરિવાર ટીમનો મુખ્ય માલિક બનશે. શેરહોલ્ડિંગનું નવું માળખું આ ભવ્ય સોદો પૂર્ણ થયા બાદ રાજસ્થાન રોયલ્સમાં માલિકીનું નવું માળખું અસ્તિત્વમાં આવશે. મિત્તલ ફેમિલી પાસે ફ્રેન્ચાઈઝીનો સિંહફાળો એટલે કે75%હિસ્સો રહેશે. જ્યારે આદર પુનાવાલા18%હિસ્સો ધરાવશે. બાકીનો આશરે7%હિસ્સો મનોજ બદાલે સહિતના વર્તમાન રોકાણકારો પાસે રહેશે. આ ટ્રાન્ઝેક્શનમાં માત્ર ભારતની રાજસ્થાન રોયલ્સ જ નહીં,પરંતુ દક્ષિણ આફ્રિકાની પાર્લ રોયલ્સ અને કેરેબિયન લીગની બાર્બાડોસ રોયલ્સનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાન સાથેનું ભાવનાત્મક જોડાણ

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મિત્તલ પરિવાર અને અદાર પૂનાવાલાએ રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી 1.65 અબજ ડોલરમાં ખરીદી | Achira News