અમરેલીના નાના માચીયાળામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડિંગ આકાર પામતા બાળકોને સુવિધાયુક્ત શિક્ષણનો લાભ મળશે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 75 લાખના ખર્ચે સીસીટીવી, સ્માર્ટ ક્લાસરૂમ, દિવ્યાંગ સેનિટેશન સહિતની સુવિધાઓ સાથે પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ આકાર પામ્યું છે. નાના માચિયાળામાં 38 લાખથી વધુના ખર્ચે વિવિધ 11 વિકાસકામોનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રેન બસેરા, કોમ્યુનિટી હોલ, પુર સંરક્ષણ દિવાલ, બ્લોક રોડ સહિતના કામોનો સમાવિષ્ટ છે. આ તમામ વિકાસકાર્યો થકી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત સભ્યઓ, અમરેલી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીશ્રીએ નાના માચિયાલામાં 38 લાખથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.