Achira News Logo
Achira News

મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલુ હોવાથી વૈશ્વિક ભૂખમરાનું સંકટ તોળાઈ રહ્યું છે

Akila News
મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલુ હોવાથી વૈશ્વિક ભૂખમરાનું સંકટ તોળાઈ રહ્યું છે
Full News
Share:

નવી દિલ્‍હી/ ન્‍યૂ યોર્કઃ વિશ્વ અત્‍યારે વિનાશની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્‍લા ૫ વર્ષથી વિશ્વમાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યું છે. અત્‍યારે વિશ્વ જે દિશામાં આગળ વધી રહ્યું તેને જોતા માનવીય નુકસાનના તમામ રેકોર્ડ તૂટી શકે છે. મધ્‍યપૂર્વના યુદ્ધના કારણે પણ છેલ્‍લા ૩ મહિલામાં ૪.૫ કરોડથી વધારે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડશે તેવો યુએન ફૂડ સિક્‍યુરિટી પ્રોગ્રામ્‍સ(WFP)ના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્‍યો છે. ભૂખમરીના આ મોટો આંકડો સાબિત થઈ શકે તેમ છે. આમ, પણ મધ્‍યપૂર્વની હાલત જોતા અત્‍યારે અનેક દેશોમાં આર્થિક સંકટ આવ્‍યું છે. તેવામાં હવેWFPદ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્‍યો છે. મહત્‍વની વાત એ છે કે, જો મધ્‍યપૂર્વનો સંઘર્ષ જૂન સુધીમાં પૂર્ણ નહીં થાય તો, ખોરાકથી વંચિત લોકોની સંખ્‍યા ૩૬.૩ કરોડ સુધી પહોંચી જશે. તે અત્‍યાર સુધીનો સૌથી મોટો આંકડો હશે. જે ખરેખર ચિતાની વાત છે.WFPના આંકડા પ્રમાણે ૨૦૨૨માં જ્‍યારે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું ત્‍યારે ૩૪.૯ કરોડ લોકોને ભૂખમરીનો સામનો કરવો પડ્‍યો હતો. પરંતુ મધ્‍યપૂર્વનું યુદ્ધ આંકડામાં આヘર્યજનક રીતે વધારો કરી શકે છે. આ અંગે વિગતે આપતાWFPના ડેપ્‍યુટી એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર કાર્લ સ્‍કાઉએ કહ્યું કે, આ સંઘર્ષ સમગ્ર વિશ્વ માટે ચિતાનો વિષય છે, જે પરિવારો પહેલાથી જ ખોરાક મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે તે લોકોને સૌથી વધારે માર પડી શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, મધ્‍યપૂર્વમાં લાગેલી યુદ્ધની આ આગ ક્‍યારે શાંત થશે? શું યુએન દ્વારા આમાં કોઈ હસ્‍તક્ષેપ કરવામાં આવશે? આવા અનેક સવાલો અત્‍યારે થઈ રહ્યાં છે. બીજી એક ચોંકાવનારી વાત કરવામાં આવે તો, અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તે બાદ ૨૮ ફેબ્રુઆરીથી ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે વિશ્વમાં ખાતરનું સંકટ જોવા મળી શકે છે. કારણ કે, આ માર્ગેથી વિશ્વનું ૨૫ ટકા ખાતર જાય છે. ઈરાને હોર્મુઝ પર નાકાબંધી કરી તેના કારણે સૌથી વધારે એશિયાઈ અને આફ્રિકન દેશોને અસર થઈ રહી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મધ્ય પૂર્વમાં સંઘર્ષ ચાલુ હોવાથી વૈશ્વિક ભૂખમરાનું સંકટ તોળાઈ રહ્યું છે | Achira News