Achira News Logo
Achira News

મધુરમ વિસ્તારમાં ચોરીની બાઇક સાથે જમાઈ ઝડપાયો

Divya Bhaskar
મધુરમ વિસ્તારમાં ચોરીની બાઇક સાથે જમાઈ ઝડપાયો
Full News
Share:

શહેરના મધુરમ વિસ્તારમાંથી બાઈક ચોરનાર શખ્સને પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પાલાભાઈ વાળાનું જીજે 11 એલએલ 9716 નંબરનું બાઈક ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 સોમવારે પીઆઇ એ. બી. ગોહિલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મધુરમ વંથલી રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતો જોવા મળ્યો હતો. જેથી તેને રોકી પૂછપરછ કરતા શખ્સ મધુરમ, રામાપીરના મંદિરની સામે બુધવિહારની બાજુમાં આવેલ અવિધિ નગરમાં રહેતો મૂળ ઉપલેટા તાલુકાના નાગવદર ગામનો 32 વર્ષીય શૈલેષ કિશોરભાઈ માકડીયા હોવાનું જણાવ્યું હતું. બાઈકના કાગળો નહિ હોવાનું જણાવી બાઈક શ્રીનગર સોસાયટીમાંથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. શખ્સ વિરૂધ્ધ અગાઉ સી ડિવિઝન તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મધુરમ વિસ્તારમાં ચોરીની બાઇક સાથે જમાઈ ઝડપાયો | Achira News