Achira News Logo
Achira News

માનવ જીવનની અણધારી પ્રકૃતિઃ વ્યક્તિત્વની ઉજવણી

Sandesh
માનવ જીવનની અણધારી પ્રકૃતિઃ વ્યક્તિત્વની ઉજવણી
Full News
Share:

માણસની જિંદગી ખૂબ જટિલ હોય છે. દરેકની જિંદગી એકબીજાથી તદ્દન જુદી હોય છે. જિંદગી ક્યારે કેવો ટર્ન લે એનું કંઇ નક્કી હોતું નથી. રાજા હોય એ રંક થઇ જાય છે. બે ટાઇમ ખાવાનાં ફાંફાં હોય એ માણસ અચાનક જ જાહોજલાલીમાં આળોટવા લાગે છે. માણસની માનસિક સ્થિતિ પણ ક્યારે બદલાઈ જાય એનું કંઇ નક્કી હોતું નથી. મજબૂત દેખાતો માણસ ગમે ત્યારે નંખાઇ ગયો હોય એવો લાગવા માંડે છે. ડાહ્યો હોય એ પાગલ જેવું વર્તન કરવા લાગે છે. માણસને પારખી કે માપી શકાતો નથી. દુનિયામાં સૌથી વધુ કંઇ અઘરું હોય તો એ માણસને પ્રિડિક્ટ કરવાનું છે. માણસ વિશે પહેલેથી એવું કહેવાતું આવે છે કે, દરેક માણસ જુદો છે. દરેકની વૃત્તિ, પ્રકૃતિ, આદત અને દાનત જુદી જુદી હોય છે. માણસની સરખામણી કોઇની સાથે ન થઇ શકે. માણસની સરખામણી બીજા કોઇ પશુ, પક્ષી કે પ્રાણી સાથે તો ન જ થઇ શકે. એક માણસની સરખામણી બીજા માણસ સાથે પણ કરી શકાય નહીં. એનું કારણ એ જ છે કે, દરેક માણસ નોખો અને અનોખો હોય છે. એક સાથે જન્મેલાં ટ્વિન્સ બાળકો પણ જો એકસરખાં ન હોય, તો બીજો માણસ તો ક્યાંથી કોઇના જેવો હોવાનો છે. આખી દુનિયા આ વાત જાણતી હોવા છતાં લોકો ઘણી વખત માણસ જાતને કોઇની સાથે રિલેટ કરતા હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક પેગ્વિંનની સ્ટોરી વિશે એવું જ થઇ રહ્યું છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

માનવ જીવનની અણધારી પ્રકૃતિઃ વ્યક્તિત્વની ઉજવણી | Achira News