Achira News Logo
Achira News

મોબાઇલ ફોનની ચોરી અને વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ

Divya Bhaskar
મોબાઇલ ફોનની ચોરી અને વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
Full News
Share:

મંદિર, મેળા, ફલાવર શો, કાંકરિયા કાર્નિવલ તેમજ ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમની ભીડમાં ઘૂસીને મોબાઈલની ચોરી કરીને વેચી દેતી આંતર રાજ્ય ટોળકીના મહિલા સહિત 4 સભ્ય પકડાયા છે. તેમની પાસેથી ચોરેલા 105 મોબાઈલ (કિં. 12.89 લાખ) મળ્યા હતા. મુખ્ય સૂત્રધારે ચોરીના મોબાઈલ ખરીદતો અને વેચતો રણજીતસિંગ તોમરને સાગરિતો સાથે ક્રાઈમ બ્રાંચે ઝુંડાલ રીંગ રોડ પરથી પકડ્યા હતા. જ્યારે રણજીતસિંગ સાથે પકડાયેલા તેના સાગરીતોમાં મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણીનો સમાવેશ થાય છે. સિંગરવાનો મેળો, ગાંધીનગર પાલજ ગામમાં હોળીનો મેળો, દ્વારકા, રાજસ્થાનના મંદિરોમાંથી ફોન ચોર્યા હતા. રણજીતસિંગ ફોન OLX અને UPમાં વેચતો હતોમુખ્ય સૂત્રધાર રણજીતસિંગ છે. તે અગાઉ મોબાઈલ રિપેરિંગ કરતો. જેમાંથી સ્પેર પાર્ટસ કાઢીને તે વેપારીઓને વેચતો હતો. જ્યારે ચોરી કરેલા મોબાઈલ ફોનમાંથી તેણે 40 ઓએલએકસ ઉપર, જ્યારે ઉત્તરપ્રદેશ મેરઠના આશુસિંગને 60 ફોન, સરખેજના રાજભાઈને 40 ફોનના સ્પેર પાર્ટસ, જ્યારે 70 ફોન અમદાવાદના જુદા જુદા લોકોને વેચ્યા હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મોબાઇલ ફોનની ચોરી અને વેચાણ કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ | Achira News