ચેન્નાઈ:આઈપીએલ ૨૦૨૬ની સૌથી મોટી ગણાતી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ૪૪મી મેચમાં ક્રિકેટ પ્રેમીઓને મોટું સરપ્રાઈઝ મળ્યું છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ વખતે મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં ૩૩ વર્ષીય લેગ સ્પિનર રઘુ શર્માના ડેબ્યૂની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. સામાન્ય રીતે યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપતી આ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સે અનુભવ પર ભરોસો મૂકીને રઘુ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. રઘુ શર્મા લાંબા સમયથી ઘરેલું ક્રિકેટમાં પોતાની સ્પિનના જાદુથી બેટ્સમેનોને હંફાવી રહ્યા હતા અને હવે તેમને વિશ્વના સૌથી મોટા મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરવાની સુવર્ણ તક મળી છે. જલંધરમાં જન્મેલા રઘુ શર્મા જમણા હાથના લેગ-બ્રેક બોલર છે અને તેમની સચોટ લાઈન-લેન્થ માટે જાણીતા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં પંજાબ, પુડુચેરી અને ઉત્તરાખંડ તરફથી રમતા રઘુએ રણજી ટ્રોફીમાં સાત વિકેટ ઝડપીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે તેમને ગત વર્ષે ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને ટીમમાં સામેલ કર્યા હતા, પરંતુ ગત સીઝનમાં તેમને એક પણ મેચ રમવા મળી ન હતી. ચેપોકની પિચ હંમેશા સ્પિનરોને મદદરૂપ થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈના મેનેજમેન્ટે રઘુને 'ઈમ્પેક્ટ સબ' તરીકે ટીમમાં સામેલ કરીને ચેન્નઈના બેટ્સમેનોને મુંઝવણમાં મૂકવાની રણનીતિ ઘડી છે. બીજી તરફ મુંબઈના ચાહકો માટે રોહિત શર્માની ગેરહાજરી હજુ પણ ચિંતાનો વિષય બની રહી છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે હિટમેન હજુ પણ મેદાનની બહાર છે, જેના કારણે ટીમની બેટિંગ લાઇનઅપ પર દબાણ જોવા મળી રહ્યું છે. જોકે, ક્રિશ ભગતની વાપસીથી મુંબઈના બોલિંગ વિભાગને થોડી મજબૂતી મળી છે. હવે જોવાનું એ રહેશે કે ૩૩ વર્ષની વયે ડેબ્યૂ કરનાર રઘુ શર્મા ધોનીની સેના સામે પોતાની સ્પિનની ફિરકીથી મુંબઈને જીત અપાવવામાં કેટલી સફળતા મેળવે છે. આ મેચ માત્ર પોઈન્ટ ટેબલ માટે જ નહીં પરંતુ રઘુ શર્માની કારકિર્દી માટે પણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે ડેબ્યુ લેગ સ્પિનર રઘુ શર્મા સાથે કર્યું સરપ્રાઈઝ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.