મુંબઈ ક્રિકેટ એસોસિએશન સૌપ્રથમ T20 મુંબઈ મહિલા લીગનું આયોજન કરી રહ્યું છે.લીગની શરૂઆતની સીઝનમાં કુલ ત્રણ ટીમો ભાગ લેશે.MCA એ 2 મે ના રોજ પુરુષ અને મહિલા બંને લીગ માટે ખેલાડીઓની હરાજી યોજી હતી.આ હરાજીમાં 16 વર્ષની ખેલાડીની ખૂબ માંગ હતી,જેમાં ત્રણ ટીમો તેના માટે સ્પર્ધા કરી રહી હતી.અંતે,આકાશ ટાઈગર્સ ટીમ વિજેતા બની. T20 મુંબઈ મહિલા લીગની શરૂઆતની હરાજીમાં, 16 વર્ષની સેન્સેશન ઈરા જાધવને આકાશ ટાઈગર્સ દ્વારા રૂ10 લાખમાં કરારબદ્ધ કરવામાં આવી છે. ગયા વર્ષે, ઈરા જાધવ અંડર-19 ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની હતી. તેની સિદ્ધિએ દેશભરમાં હેડલાઇન્સ બનાવી હતી. 16 વર્ષની આ ખેલાડી T20 ફોર્મેટમાં તેની આક્રમક બેટિંગ માટે જાણીતી છે, જેના કારણે તે ખૂબ જ માંગવામાં આવતી ખેલાડી બની છે. તે હરાજીમાં સૌથી મોંઘી ખેલાડી તરીકે ઉભરી આવી છે. ગુજરાત ટાઈટન્સે શુક્રવારે સાંજે ખાસ ટીમ ડિનર યોજીને ગુજરાત દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ખેલાડીઓ ટીમના માલિકો, સપોર્ટ સ્ટાફ અને મેનેજમેન્ટના સભ્યોએ એકત્રિત થઈ રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સન્માન આપ્યું હતું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે ફ્રેન્ચાઈઝીએ ખેલાડીઓને ખાસ તૈયાર કરેલા ટાંગલિયા શર્ટ ભેટ આપ્યા હતા, જે રાજ્યના સૌથી અનોખા હસ્તવણાટના કપડામાંનું એક તરીકે ઓળખાય છે. ખેલાડીઓએ સાંજ દરમિયાન આ શર્ટ પહેરીને પોતાનો ઉત્સાહ અને આનંદ દર્શાવ્યો હતો અને આ પરંપરાગત હસ્તકલાની પ્રશંસા વ્યક્ત કરી હતી. ટાંગલિયા વણાટનો ઈતિહાસ 700 વર્ષથી પણ વધુ જૂનો છે અને તેનો ઉદ્ભવ ડાંગસિયા સમુદાયમાંથી થયો છે. તેની વિશેષતા તેની અનોખી મણકા જેવી ડિઝાઈન છે, જેને ઘણીવાર “કાપડ પરના મોતી” તરીકે વર્ણવવામાં આવે છે. પરંપરાગત રીતે ખાસ પ્રસંગો પર પહેરાતું આ કાપડ ગુજરાતની આત્મા, સહનશીલતા અને વાર્તાકથનની પરંપરાને દર્શાવે છે, જે પેઢી દર પેઢી આગળ વધતી આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટાંગલિયાને વૈશ્વિક સ્તરે પણ ઓળખ મળી છે. આ પહેલ ફ્રેન્ચાઈઝીના ‘ગુજરાત-પ્રથમ’ અભિગમને મજબૂત બનાવે છે અને ક્રિકેટની બહાર પણ પ્રાદેશિક ઓળખને ઉજાગર કરવા તેમજ ટીમ સાથેનો સંબંધ વધુ ગાઢ બનાવવા તેના સતત પ્રયાસોને દર્શાવે છે. ગુજરાત દિવસના આ ટીમ ડિનર દ્વારા ફ્રેન્ચાઈઝીની સ્થાનિક સંસ્કૃતિને ઉજવવાની અને મજબૂત ટીમ એકતા ઊભી કરવાની પ્રતિબદ્ધતા પણ રજૂ થઈ હતી, જેમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આ પ્રસંગનું મહત્વ સમજ્યા હતા. સળંગ બે જીત બાદ શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ હવે રવિવારે IPL 2026ની આગામી મેચમાં પંજાબ કિંગ્સ સામે મેદાનમાં ઉતરશે. આ પણ વાંચો:Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે દિલ્હી કેપિટલ્સ સામે 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી, આ પહેલા આ સીઝનમાં તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો હતા. જોકે, તે પોતાની સદી ચૂકી ગયો અને તેમની ટીમ પણ મેચ હારી ગઈ. લક્ષ્યનો પીછો કરતા દિલ્હીના ઓપનર્સ કેએલ રાહુલ (75) અને પથુમ નિસાંકા (62) એ શાનદાર શરૂઆત કરી અને પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી રિયાન પરાગના જણાવ્યા અનુસાર રાજસ્થાન રોયલ્સે સારો સ્કોર બનાવ્યો હતો, તેમણે સ્વીકાર્યું કે વચ્ચેની ઓવરોમાં બોલિંગ સારી ન થઈ. રાજસ્થાને ફોર્મમાં ચાલી રહેલા ડોનોવન ફેરીરા પહેલા રવિન્દ્ર જાડેજાને બેટિંગ માટે મોકલ્યો, જે ખોટો નિર્ણય સાબિત થયો. જાડેજા સેટ થયા પછી આઉટ થઈ ગયો. ફેરીરાને માત્ર 14 બોલ રમવા મળ્યા, જેમાં તેમણે 335 ના સ્ટ્રાઈક રેટથી અણનમ 47 રન બનાવ્યા. જો તેમને વહેલા મોકલવામાં આવ્યા હોત તો કદાચ તેઓ વધુ રન બનાવી શક્યા હોત. પરાગે કહ્યું, 200 થી વધુ રન હતા, મને લાગ્યું કે આ એક સારો સ્કોર હતો. વચ્ચેની ઓવરોમાં અમે વધુ સારી બોલિંગ કરી શક્યા હોત.ફિનિશર્સને રોકી રાખવા બાબતે તેમણે કહ્યું, આ લેફ્ટી-રાઈટીનો મામલો પણ હતો. સાચું કહું તો, મને બરાબર ખબર નથી. આઠ-નવ ઓવર બાકી હતી, અમે તેને થોડી વધુ લંબાવવા માંગતા હતા. સ્પિનર્સની ઓવરોમાં આઠ-નવ રન બની રહ્યા હતા. આ બાબતે વધુ વિચારવાની જરૂર નહોતી. પોતાની ઈજાને લઈને રિયાન પરાગે કહ્યું, "આશા છે કે આ વધુ ગંભીર નથી, હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. એક અઠવાડિયાના આરામથી તે ઠીક થઈ જશે." પોતાની ઈનિંગ વિશે તેમણે કહ્યું, "મારે ટીકાકારોને કોઈ જવાબ આપવાની જરૂર નથી. અમે મેચ હારી ગયા." અંતમાં તેઓ થોડા ભાવુક થઈ ગયો હતો અને તેમની આંખો નમ હતી. રાજસ્થાન રોયલ્સની આ સીઝનની આ ચોથી હાર છે. 10 માંથી 6 મેચ જીતીને રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને યથાવત છે. દિલ્હી કેપિટલ્સ જીતીને ટેબલમાં સાતમાથી છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. આ પણ વાંચો -IPL 2026 : મેચના દિવસે ક્યાં ગાયબ થયો એમએસ ધોની? કોચે કર્યો મોટો ખુલાસો
મુંબઈ ક્રિકેટ એસોસિએશને પ્રથમ વખત ટી-20 મુંબઈ મહિલા લીગની યજમાની કરી
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.