Achira News Logo
Achira News

મુંબઈમાં વીમા રિન્યુઅલ કૌભાંડોમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સાયબર ફ્રોડ નાગરિકોને નિશાન બનાવે છે

Akila News
મુંબઈમાં વીમા રિન્યુઅલ કૌભાંડોમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સાયબર ફ્રોડ નાગરિકોને નિશાન બનાવે છે
Full News
Share:

મુંબઇ તા.૨૦: માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ બજારમાં હિસાબ-કિતાબ અને નાણાકીય લેનદેનની ગતિવિધિઓ તેજ બને છે. વેપારીઓ માટે આ વર્ષાંતનો સમયગાળો હોય છે, જ્‍યારે નાગરિકો માટે મેડિક્‍લેમ અને વિવિધ પ્રકારના વીમા પ્રીમિયમ ભરવાના દિવસો નજીક આવતા હોય છે. આ જ પરિસ્‍થિતિનો લાભ લઈને સાયબર ઠગો પણ વધુ સક્રિય બન્‍યા છે અને શહેરમાં વીમા નવીનીકરણ (રિન્‍યૂ)ના બહાને છેતરપિડીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સાયબર ગઠિયા હવે વધુ સુવ્‍યવસ્‍થિત રીતે જાળ બિછાવી રહ્યા છે. તેઓ ડાર્ક વેબ જેવા પ્‍લેટફોર્મ પરથી નાગરિકોના મોબાઈલ નંબર, નામ અને વીમા સંબંધિત માહિતી મેળવી લે છે. ત્‍યારબાદ તેઓ ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી ફોન કરે છે અને પોલિસી સમાપ્ત થવાની છે તેમ કહી ડર બતાવી નાગરિકોને તાત્‍કાલિક પ્રીમિયમ ભરવા દબાણ કરે છે. ઉતાવળમાં અને પોલિસી રદ થવાના ભયથી નાગરિક ગઠિયાએ મોકલેલી લિક અથવા ક્‍યુઆર કોડ(QR Code)સ્‍કેન કરે છે અને ઠગાઈનો ભોગ બને છે. આ પ્રક્રિયામાં ગઠિયાઓ નાગરિકોને એક ખાસ લિક મોકલે છે, જે દેખાવમાં અસલી ઇન્‍શ્‍યોરન્‍સ વેબસાઇટ જેવી જ લાગે છે. વાસ્‍તવમાં આ લિકમાં માલવેર અથવા ફિશિગ ટ્રેપ હોય છે. નાગરિકો જ્‍યારે તેમાં પોતાની બેંક વિગતો અથવા કાર્ડની માહિતી દાખલ કરે છે, ત્‍યારે તરત જ તેમના ખાતામાંથી નાણાં ઉપડી જાય છે. કેટલાક કિસ્‍સામાં ફોનમાં સ્‍પાયવેર ઇન્‍સ્‍ટોલ થઈ જાય છે, જેથી ભવિષ્‍યમાં પણ નાણાકીય નુકસાન થઈ શકે છે. તાજેતરમાં નારોલના એક યુવક સાથે બનેલી ઘટના આ પ્રકારની ઠગાઈનું તાજું ઉદાહરણ છે. અજાણ્‍યા નંબર પરથી આ યુવકને ફોન આવ્‍યો અને જણાવ્‍યું કે તેમની ઇન્‍શ્‍યોરન્‍સ પોલિસી સમાપ્ત થવાની છે, જો તેને ચાલુ રાખવી હોય તો તરત જ પ્રીમિયમ ભરવું પડશે. આથી યુવક વિશ્વાસમાં આવી ગયો અને ગઠિયાએ મોકલેલી લિક પર ક્‍લિક કરીને નાણાં ચૂકવ્‍યા હતા. થોડા સમય બાદ યુવકે નાણાં જમા અંગે સંબંધિત ઇન્‍શ્‍યોરન્‍સ કંપનીમાં તપાસ કરી, ત્‍યારે જાણવા મળ્‍યું કે કંપનીને તેમની પોલિસીના સંદર્ભે કોઈ રકમ મળી નથી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મુંબઈમાં વીમા રિન્યુઅલ કૌભાંડોમાં વધારો જોવા મળી રહ્યો છે કારણ કે સાયબર ફ્રોડ નાગરિકોને નિશાન બનાવે છે | Achira News