Achira News Logo
Achira News

મમતા કુલકર્ણીની ગ્લેમરસ કમબેકઃ'સાધ્વી'થી'સાયરન'સુધી

Sandesh
મમતા કુલકર્ણીની ગ્લેમરસ કમબેકઃ'સાધ્વી'થી'સાયરન'સુધી
Full News
Share:

બોલીવૂડની ગ્લેમર ગર્લ તરીકે જાણીતી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પણ તેમનો રહસ્યમય અને ઝડપથી બદલાતો અવતાર છે. મહાકુંભ 2025 દરમિયાન મમતાએ પોતાની ચમકધમક ભરેલી જિંદગીને ત્યજીને સંન્યાસનો માર્ગ અપનાવવાનો એલાન કર્યો હતો, જેના કારણે આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ભારે વિરોધને કારણે બાદમાં તેને આ પદથી મુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી તે ભગવા વસ્ત્રોમાં અને સાધ્વી સ્વરૂપમાં જોવા મળ્યા, પરંતુ હવે તેના અંદાજમાં આવેલા અચાનક બદલાવે ફેન્સ વચ્ચે નવી ચર્ચા શરૂ કરી છે. મમતા કુલકર્ણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો સાધ્વી અવતાર ક્યાંય જોવા મળતો નથી. આ વીડિયોમાં તેઓ સંપૂર્ણ રીતે આધુનિક અને ગ્લેમરસ લુકમાં ગોવા જઈ રહી છે. એરપોર્ટ પરથી પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં મમતાએ લાલ રંગનો ખૂબ જ સુંદર ડ્રેસ પહેરી છે, ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપ સાથે તેઓ પોતાના જૂના ફિલ્મી દિવસોની યાદ અપાવે છે. ખાસ કરીને વીડિયોમાં તેણે પોતાના નવા મેટા AI સનગ્લાસેસને ફ્લોન્ટ કર્યા છે, જેના ભાવ તેણે અંદાજે 50 હજાર રૂપિયા જણાવ્યું છે. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે ગોવામાં એક ખાનગી જન્મદિવસ સેલિબ્રેશન ભાગ લેવા પહોંચ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મમતા કુલકર્ણીની ગ્લેમરસ કમબેકઃ'સાધ્વી'થી'સાયરન'સુધી | Achira News