Achira News Logo
Achira News

મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના મતદાર યાદીમાં સુધારાની ટીકા કરી

Akila News
મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના મતદાર યાદીમાં સુધારાની ટીકા કરી
Full News
Share:

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં ચાલી રહેલી મતદાર યાદીઓના ઊંડા સંશોધન (SIR) પ્રક્રિયા સામે દિલ્હીના મંચ પરથી યુદ્ધ છેડ્યું છે. મંગળવારે પત્રકાર પરિષદમાં ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું કે, ચૂંટણી પંચે અત્યાર સુધીમાં અંદાજે ૫.૮ મિલિયન (૫૮ લાખ) લોકોના નામ મતદાર યાદીમાંથી એકપક્ષીય રીતે દૂર કરી દીધા છે. મમતાએ આ પ્રક્રિયાને NRC કરતા પણ વધુ ઘાતક ગણાવતા દાવો કર્યો કે આ કવાયત દરમિયાન આઘાત અને તણાવને કારણે ૧૫૦ લોકોના મોત થયા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે ૨૪ વર્ષ પછી, બરાબર ચૂંટણીના ટાણે જ આવી પ્રક્રિયા હાથ ધરવાની શું જરૂર હતી? મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ શાસિત વિસ્તારોમાં મતદારોને છંછેડવામાં આવતા નથી, પરંતુ તૃણમૂલ કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારોમાં જાણી જોઈને નામો કાપવામાં આવી રહ્યા છે. ઘૂસણખોરીના મુદ્દે તેમણે કેન્દ્રને આડે હાથ લેતા કહ્યું કે, સરહદની રક્ષા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે, તો પછી ઘૂસણખોરી માટે રાજ્ય સરકારને જવાબદાર કેવી રીતે ઠેરવી શકાય? તેમણે આક્ષેપ કર્યો કે બંગાળી બોલતા ભારતીય નાગરિકોને જાણી જોઈને 'બાંગ્લાદેશી' કહીને અપમાનિત કરવામાં આવે છે અને તેમની લોકશાહી ઓળખ છીનવવામાં આવી રહી છે. ચૂંટણી પંચની કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા મમતાએ કહ્યું કે, "અમે પીડિતો સાથે પંચના દ્વારે ગયા હતા, પરંતુ અમારી વાત સાંભળવાને બદલે અમારું અપમાન કરવામાં આવ્યું." તેમણે ભાવુક અંદાજમાં પ્રશ્ન કર્યો કે શું આ પ્રક્રિયા દ્વારા દલિતો, આદિવાસીઓ અને મુસ્લિમોને દેશ છોડી દેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે? મમતાએ ચેતવણી આપી છે કે જો આ અન્યાયી પ્રક્રિયા રોકવામાં નહીં આવે, તો તેઓ આ લડાઈને રસ્તા પર લઈ જશે. હાલમાં દિલ્હીમાં મમતાની આ આક્રમકતાએ આગામી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પારો સાતમા આસમાને પહોંચાડી દીધો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચના મતદાર યાદીમાં સુધારાની ટીકા કરી | Achira News