Achira News Logo
Achira News

માર્ચ મેહેમઃ વૈશ્વિક ઘટનાઓ પર વ્યંગાત્મક ટિપ્પણી સાથે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ

Akila News
માર્ચ મેહેમઃ વૈશ્વિક ઘટનાઓ પર વ્યંગાત્મક ટિપ્પણી સાથે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ
Full News
Share:

નવી દિલ્‍હી,તા.૨૦: સોશિયલ મીડિયા પર અત્‍યારે અનેક પોસ્‍ટ વાયરલ થઈ રહી છે, જેમાં વ્‍યંગ કરવામાં આવી રહ્યો છે. અત્‍યારે માર્ચ મહિના દરમિયાન અનેક એવી ઘટનાઓ જોવા મળી જે અસરકારક સાબિત થઈ છે. આ મહિનામાં હોળી, ઈદ, પરીક્ષાઓ, વિશ્વ યુદ્ધ, ગેસની અછત, પેટ્રોલની અછત, ઠંડી, ગરમી, વરસાદ અને વિશ્વ કપ બધુ જ જોઈ લીધું છે. એક રીજે જોવામાં આવે તો આ રમૂજી અને વ્‍યંગાત્‍મક મેસેજ છે, જે અલગ અલગ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ મહિનામાં હોળીનો તહેવાર પણ આવ્‍યો અને ઈદ પણ આવી છે. હોળીનો પાવન તહેવાર દર વર્ષે ફાલ્‍ગુન માસની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે ૪ માર્ચે આ તહેવાર ઉજવવામાં આવ્‍યો છે. એટલે કે, લોકોએ આ મહિનામાં ખુશીઓ પણ ભરપૂર માત્રામાં મનાવી છે. પણ સાથે સાથે મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ ખૂબ જ ચિતાજનક સ્‍થિતિએ પહોંચી ગયું છે. છેલ્‍લા ૧૫ દિવસથી અમેરિકા અને ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. એટલે અનેક લોકોએ દુઃખોનો પણ સામનો કર્યો છે. મધ્‍યપૂર્વના યુદ્ધના કારણે ભારતમાં પેટ્રોલ અને ગેસની અછત સર્જાઈ હતી. જેના કારણે ભારતમાં અનેક લોકો ખૂબ જ હેરાન થયાં હતાં. કેટલાય શહેરોમાં તો ગેસના બાટલા માટે લાંબી લાઈનો પણ લાગી હતી. એટલું જ નહીં પરંતુ પેટ્રોલની અછત છે તેવી અફવાઓ ફેલાઈ તેના કારણે પણ અનેક લોકો હેરાન થયાં હતાં. આ તમામ સ્‍થિતિ બાદ વાતાવરણની વાત કરવામાં આવે તો, આ મહિનાના ૧૯ દિવસમાં લોકોને ઠંડીનો પણ અનુભવ થયો અને ગરમીનો પણ અનુભવ થયો છે. એટલું જ નહીં પરંતુ છેલ્‍લા બે દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી. આજે તો અનેક જિલ્‍લાઓમાં કરા સાથે વરસાદ પણ થયો છે. એટલે એક રીતે જોવામાં આવે તો આ પોસ્‍ટમાં જે બાબતોનો ઉલ્‍લેખ કરવામાં આવ્‍યો છે તે કેટલીક હદે સાચી પણ સાબિત થઈ છે. તે રીતે જોવામાં આવે તો હજી આ મહિનાના ૧૨ દિવસ હજી પણ બાકી છે, તો આ દિવસોમાં કેવી પરિસ્‍થિતિનો સામનો કરવો પડશે તે અંગે ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. મૂળ વાત એ છે કે, આ પોસ્‍ટ પર લોકો અનેક પ્રકારની ટિપ્‍પણીઓ કરી રહ્યાં છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

માર્ચ મેહેમઃ વૈશ્વિક ઘટનાઓ પર વ્યંગાત્મક ટિપ્પણી સાથે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ | Achira News