Achira News Logo
Achira News

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ, મીઠાના પાકને નુકસાન

Akila News
મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ, મીઠાના પાકને નુકસાન
Full News
Share:

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી અને માળીયા પંથકમાં વહેલી સવારે ચારેક વાગ્યાના અરસાથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને રાજયના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ જુદા જુદા વિસ્તારોમાં આજે બપોરના ચારેક વાગ્યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો ખાસ કરીને દરિયા કાંઠે આવેલા મીઠાના અગરોમાં કમોસમી વરસાદ પડવાના કારણે અગરિયાઓએ મહામહેનતે પકાવેલ મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે કમોસમી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી દરમિયાન આજે વહેલી સવારે ચારેક વાગ્યાથી મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને ટંકારા, હળવદ, મોરબી સહિતના જુદા-જુદા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વહેલી સવારે પડ્યો હતો. ત્યારબાદ સવારે તડકો નીકળ્યો હતો જો કે બપોરના ચારેક વાગ્યાની અરસામાં ફરી પાછો મોરબી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં ચોમાસાની જેમ કાળા ડિબાગ વાદળો જોવા મળતા હતા તેની સાથોસાથ ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થયો હતો.ખાસ કરીને મોરબી જિલ્લાના માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં આવેલ નવલખીન દરિયામાં પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્યો હતો તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં જે વર્ષમેડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરની અંદર અગરિયાઓ દ્વારા મહામહેનતે મીઠાનો પાક તૈયાર કરવામાં આવ્યો હતો જો કે, ઉનાળામાં વરસાદ આવશે તેવી મીઠાના અગરીયાઓ કે ઉદ્યોગકારોને કલ્પના પણ ન હોય પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરમાં તથા મીઠાના પાકમાં નુકસાની થયેલ છે. અને જો વધુ વરસાદ પડશે તો આ વર્ષે મીઠાનું ઉત્પાદન મોડુ અને ઓછુ થવાની ભીતિ મરીન સોલ્ટ મેન્યુ. એસોસિએશન ના પ્રમુખ દિલુભા જાડેજાએ વ્યક્ત કરી હતી.આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતો હોવાના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં હાઇવે રોડ ઉપર આવેલા હોર્ડિંગ બોર્ડ પણ તૂટી પડ્યા હતા અને કેટલાક તોતિંગ વૃક્ષો પણ જમીનદોસ્ત થયા હતા આ ઉપરાંત ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરની અંદર ઘઉં સહિતના પાક લીધા છે અને પાકને લણવામાં આવે ત્યારે પહેલા કેટલીક જગ્યાએ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મોરબી જિલ્લામાં કમોસમી વરસાદ, મીઠાના પાકને નુકસાન | Achira News