( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : રાજસ્થાનના કોટા ખાતે આયોજિત ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ– સિઝન 9, વર્ષ 2026 માં મોરબીના દર્શી વિડજા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “તુલસી શ્યામ- ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” ને Best Concept (Documentary Short - Student) डेटेगरीमां પ્રતિષ્ઠિત એવોર્ડ મેડલ પ્રાપ્ત થયો છે. આ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વિશ્વના 101 દેશોમાંથી કુલ 1205 ફિલ્મ સબમિટ થયેલી હતી. જેમાંથી ટોટલ 250 ફિલ્મ નૉમિનેશનમાં આવી હતી. જેમાંથી પસંદગી પ્રક્રિયા બાદ શ્રેષ્ઠ ફિલ્મોને સન્માનિત કરવામાં આવી હતી. આવી મોટી સ્પર્ધામાંથી મોરબીના દર્શી વિડજાની ફિલ્મને એવોર્ડ મળવો એ મોરબી માટે ગૌરવની બાબત છે.ફિલ્મ “તુલસી શ્યામ – ધ અનએક્સપ્લોરેડ સ્ટોરી” તુલસી શ્યામ વિસ્તારની અજાણી અને ઓછી જાણીતી કહાનીને સર્જનાત્મક રીતે રજૂ કરતી ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા તુલસી શ્યામના પ્રાકૃતિક સૌંદર્ય, સાંસ્કૃતિક મહત્વ અને તેની વિશિષ્ટ ઓળખને ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.ફિલ્મમાં તુલસી શ્યામના ઇતિહાસને જીવંત રીતે રજૂ ક૨વા માટે વાર્તાકાર તરીકે યોગેશ પંડ્યાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. ચંબલ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રંગકર્મ ઔર કલા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ ફેસ્ટિવલને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે NFDC Cinemas of India દ્વારા સમર્થન પ્રાપ્ત છે. ફેસ્ટિવલના સ્થાપક અને ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે ડૉ. કપિલ સિદ્ધાર્થ જોડાયેલા છે.
મોર્બી દર્શી વિડજાની દસ્તાવેજી ફિલ્મ'તુલસી શ્યામ'ને ચંબલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.