Achira News Logo
Achira News

મોર્બી પોલીસે ત્રણ દરોડા પાડ્યા, વિદેશી દારૂ જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી

Akila News
મોર્બી પોલીસે ત્રણ દરોડા પાડ્યા, વિદેશી દારૂ જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી
Full News
Share:

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૪: મોરબી શહેર અને માળીયા મિયાણા શહેરમા પોલીસે અલગ અલગ ત્રણ દરોડામાં વિદેશી દારૂની નાની - મોટી દસ બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે નવલખી રોડ પર સેન્‍ટમેરી ફાટક પાસેથી આરોપી કલ્‍પેશ રાજેશભાઈ રાણાવડીયા રહે.વીસીપરા મોરબી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા ૩૭૫ સાથે ઝડપી લઈ બીજા દરોડામાં મહેન્‍દ્રનગર ચોકડી પાસેથી આરોપી વિક્રમ વેલજીભાઈ ધામેચા રહે.મહેન્‍દ્રનગર વાળાને વિદેશી દારૂની ૪ બોટલ કિંમત રૂપિયા ૨૧૪૮ સાથે પકડી પાડયો હતો.જ્‍યારે ત્રીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે માસુમશા પીરની દરગાહ પાસેથી આરોપી ભવદીપસિંહ નરેન્‍દ્રસિંહ રાઠોડ રહે.ખાખરેચી વાળાને વિદેશી દારૂની ૧૮૦ મીલી માપની ૫ ચપલા બોટલ કિંમત રૂ.૧૩૫૦ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મોર્બી પોલીસે ત્રણ દરોડા પાડ્યા, વિદેશી દારૂ જપ્ત કર્યો અને આરોપીની ધરપકડ કરી | Achira News