મોરબીના સોખડા ગામ નજીક એક ખેતરમાંથી માનસિક બીમાર યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવાન છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની ઓળખ સંજયભાઈ ઉર્ફે કરસનભાઈ હીરાભાઈ સુરેલા (ઉંમર 36) તરીકે થઈ છે, જે સોખડા ગામનો રહેવાસી હતો. તેનો મૃતદેહ સોખડા અને બહાદુરગઢ રોડ પર આવેલી રમેશભાઈ બાલાસરાની કપાસ વાવેતર કરેલી વાડીમાંથી મળી આવ્યો હતો. સંજયભાઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા અને અવારનવાર ઘરેથી નીકળી જતા હતા. આ વખતે તેઓ કોઈને જાણ કર્યા વગર છ થી સાત દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. રમેશભાઈ બાલાસરા (રહે. કિશનગઢ, સોખડા) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન, વાંકાનેરના કુંભારપરામાં રમણભાઈની વાડી પાસે રહેતા અવચળભાઇ ગોવિંદભાઈ સોલંકી (ઉંમર 67) નું બીમારી સબબ મૃત્યુ થયું છે. તેઓ બીપીની બીમારીથી પીડાતા હતા. અવચળભાઇનું ઘરે જ મૃત્યુ નીપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. વાંકાનેર સિટી પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોર્બીમાં કપાસના વાવેતરમાં માનસિક રીતે બીમાર યુવાનનો મૃતદેહ મળી આવ્યો
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.