Achira News Logo
Achira News

મોર્બીમાં કમોસમી વરસાદે દરિયાકાંઠાના મીઠાના તળાવો પર વિનાશ વેર્યો, અગરિયાની આજીવિકાને અસર થઈ

Akila News
મોર્બીમાં કમોસમી વરસાદે દરિયાકાંઠાના મીઠાના તળાવો પર વિનાશ વેર્યો, અગરિયાની આજીવિકાને અસર થઈ
Full News
Share:

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૦: બપોરના ચારેક વાગ્‍યાથી ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો અને મોરબી જિલ્લામાં આવેલ નવલખી બંદર ઉપર પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્‍યો હતો ખાસ કરીને દરિયા કાંઠે આવેલા મીઠાના અગરોમાં કમોસમી વરસાદ પડવાના કારણે અગરિયાઓએ મહામહેનતે પકાવેલ મીઠાના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. માળિયા તાલુકાની વાત કરીએ તો માળિયા તાલુકામાં આવેલ નવલખીના દરિયામાં પણ કમોસમી વરસાદનો કરંટ જોવા મળ્‍યો હતો તેમજ દરિયાકાંઠાના વિસ્‍તારમાં જે વર્ષમેડી સહિતના આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મીઠાના અગરો આવેલા છે અને મીઠાના અગરની અંદર અગરિયાઓ દ્વારા મહામહેનતે મીઠાનો પાક તૈયાર કરવામાં આવ્‍યો હતો જો કે,ઉનાળામાં વરસાદ આવશે તેવી મીઠાના અગરીયાઓ કે ઉદ્યોગકારોને કલ્‍પના પણ ન હોય પરંતુ હાલમાં કમોસમી વરસાદ પડવાના કારણે મીઠાના અગરમાં તથા મીઠાના પાકમાં નુકસાની થયેલ છે. અને જો વધુ વરસાદ પડશે તો આ વર્ષે મીઠાનું ઉત્‍પાદન મોડુ અને ઓછુ થવાની ભીતિ મરીન સોલ્‍ટ મેન્‍યુ. એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજાએ વ્‍યક્‍ત કરી હતી. આ ઉપરાંત ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતો હોવાના કારણે જિલ્લામાં જુદા જુદા વિસ્‍તારમાં હાઇવે રોડ ઉપર આવેલા ર્હોડિંગ બોર્ડ પણ તૂટી પડ્‍યા હતા અને કેટલાક તોતિંગ વળક્ષો પણ જમીનદોસ્‍ત થયા હતા આ ઉપરાંત ખેડૂતોએ રાત દિવસ મહેનત કરીને પોતાના ખેતરની અંદર ઘઉં સહિતના પાક લીધા છે અને પાકને લણવામાં આવે ત્‍યારે પહેલા કેટલીક જગ્‍યાએ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલો પાકનો કોળિયો છીનવાઈ જાય તેવો ઘાટ હાલમાં સર્જાયો છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મોર્બીમાં કમોસમી વરસાદે દરિયાકાંઠાના મીઠાના તળાવો પર વિનાશ વેર્યો, અગરિયાની આજીવિકાને અસર થઈ | Achira News