સામાન્ય રીતે જ્યારે કોઈ ફિલ્મનું બજેટ કરોડોમાં હોય અને તેને દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ પોતે પ્રમોટ કરતા હોય, ત્યારે તે સુપરહિટ જશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ, અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પર બનેલી ડોક્યુમેન્ટરી ‘મેલાનિયા: 20 ડેઝ ટુ હિસ્ટ્રી’ સાથે કંઈક અલગ જ જોવા મળ્યું છે. આશરે ₹687 કરોડ ($82 મિલિયન) ના અધધ બજેટમાં બનેલી આ ફિલ્મની દશા લંડન અને અન્ય સ્થળોએ દયનીય જોવા મળી છે. બ્રેટ રેટનર દ્વારા નિર્દેશિત આ ડોક્યુમેન્ટરીમાં ડોનાલ્ડ ટ્રમ્પના બીજા શપથગ્રહણ સમારોહના અગાઉના 20 દિવસોની મથામણ અને મેલાનિયાના ખાનગી જીવનની ઝલક બતાવવામાં આવી છે. અમેરિકામાં ટ્રમ્પના સમર્થકોને કારણે પહેલા દિવસે ફિલ્મે $7 મિલિયન (આશરે 58 કરોડ રૂપિયા) ની કમાણી કરીને ચોંકાવનારી શરૂઆત કરી હતી. જોકે, આ સફળતા માત્ર ટૂંકા ગાળાની સાબિત થઈ, કારણ કે ફિલ્મ સમીક્ષકોએ આ ડોક્યુમેન્ટરીને નબળી ગણાવી નકારી દીધી છે.
મેલેનિયાઃ 20 ડેઝ ટુ હિસ્ટ્રી દસ્તાવેજી રાષ્ટ્રપતિના સમર્થન છતાં પ્રભાવિત કરવામાં નિષ્ફળ
Sandesh•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.