Achira News Logo
Achira News

મેલાનિયા દસ્તાવેજી ફિલ્મ બોક્સ ઓફિસ પર ત્રીજા ક્રમે, એમેઝોનની અપેક્ષાઓ કરતાં ઓછી રહી

Akila News
મેલાનિયા દસ્તાવેજી ફિલ્મ બોક્સ ઓફિસ પર ત્રીજા ક્રમે, એમેઝોનની અપેક્ષાઓ કરતાં ઓછી રહી
Full News
Share:

અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ પર બનેલી ડોક્યુમેન્ટરી "મેલેનિયા" એ રિલીઝના પહેલા જ વીકએન્ડમાં ઉત્તર અમેરિકામાં (યુએસ અને કેનેડા) અંદાજે ૭ (સાત) મિલિયન ડોલર (આશરે ૫૮ કરોડ રૂપિયા) ની ટિકિટોનું વેચાણ કરીને બોક્સ ઓફિસ પર ત્રીજું સ્થાન મેળવ્યું છે. વર્ષ ૨૦૧૨ પછી કોન્સર્ટ ફિલ્મો સિવાયની કોઈપણ ડોક્યુમેન્ટરી માટે આ શ્રેષ્ઠ ઓપનિંગ માનવામાં આવે છે. જોકે, આ ફિલ્મનું વિતરણ કરનાર કંપની એમેઝોન માટે આ આંકડા મિશ્ર છે. એમેઝોને આ ડોક્યુમેન્ટરીના વિતરણ હકો ખરીદવા અને માર્કેટિંગ પાછળ ૭૫ (પંચોતેર) મિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો. થિયેટર માલિકો ટિકિટના વેચાણમાંથી લગભગ ૫૦% હિસ્સો રાખતા હોવાથી, એમેઝોનને પહેલા વીકએન્ડમાં માત્ર ૩.૫ મિલિયન ડોલર જ મળશે, જે તેના રોકાણની સરખામણીએ ખૂબ ઓછું છે. તેમ છતાં, મેલેનિયા ટ્રમ્પના ચાહકોએ ફિલ્મને સારો પ્રતિસાદ આપ્યો છે અને શુક્રવારના શોમાં ભારે ભીડ જોવા મળી હતી. વિશ્લેષકોના મતે, આ ડોક્યુમેન્ટરી મેલેનિયા માટે ફેસ-સેવિંગ (ઈજ્જત બચાવનારી) સાબિત થઈ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મેલાનિયા દસ્તાવેજી ફિલ્મ બોક્સ ઓફિસ પર ત્રીજા ક્રમે, એમેઝોનની અપેક્ષાઓ કરતાં ઓછી રહી | Achira News