Achira News Logo
Achira News

માલપુર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજે સુધારા માટે બંધારણીય બેઠક યોજી

Divya Bhaskar
માલપુર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજે સુધારા માટે બંધારણીય બેઠક યોજી
Full News
Share:

માલપુર ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજમાં અભ્યાસ પ્રત્યે રૂચી જાગે અને સમાજમાં કુરિવાજો નાબૂદી વ્યસન મુક્તિ સહિતનું અભિયાન સમાજના અગ્રણીઓ દ્વારા હાથ ધરાયું છે. જેના ભાગરૂપે માલપુર તાલુકાના પૂજારાની મુવાડી ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજની બંધારણીય બેઠક યોજાઈ હતી જેમાં લગ્નમાં થતાં ખોટા ખર્ચામાંથી બહાર નીકળવા અને અન્ય સુધારા બંધારણ અંગે સૌએ સંકલ્પ કર્યો હતો. ક્ષત્રિય ઠાકોર સમાજમાં શુભ અવસર તથા અશુભ પ્રસંગોમાં સમાજમાં ટકી રહેવા અને સમાજના બાળકોમાં અભ્યાસ અંગે રૂચી જાગે તે માટે સમાજની ચિંતા કરીને સમાજના આગેવાનોની પૂજારાની મુવાડી ખાતે બંધારણીય બેઠક મળી હતી. જેમાં પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઠાકોર, ડાયાભાઈ પૂજારા, ચંદ્રપાલસિંહ ખાંટ ક્ષત્રિય ઠાકોર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જય ઠાકોર અને પૂજારાની મુવાડીના સરપંચ ભલાભાઇ તથા હેલોદરના પૂર્વ સરપંચ રમેશભાઈ ઓકલિયા, સરપંચ પ્રતાપભાઈ રંભોડા સરપંચ હીરાભાઈ તથા કાટકુવા સરપંચ દોલાભાઈ અને સિનિયર આગેવાનો હાજર હતા.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

માલપુર ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજે સુધારા માટે બંધારણીય બેઠક યોજી | Achira News