Achira News Logo
Achira News

મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી

Akila News
મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી
Full News
Share:

મેલબોર્ન તા.૪: ઓસ્‍ટ્રેલિયાના મેલબોર્નમાંથી મહાત્‍મા ગાંધીની કાંસ્‍યની પ્રતિમાની ચોરી થઈ હતી. ગાંધીજીની પ્રતિમા ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કમ્‍યુનિટી સેન્‍ટરની બહાર સ્‍થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમા નવી દિલ્‍હીમાં ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ દ્વારા ભેટમાં આપવામાં આવી હતી. તે ઓસ્‍ટ્રેલિયામાં ભારતીય સમુદાય માટે સાંસ્‍કૃતિક, ઐતિહાસિક અને પ્રતિકાત્‍મક મહત્‍વ ધરાવે છે. વિદેશ મંત્રાલયે મેલબોર્નના રોવિલેમાં મહાત્‍મા ગાંધીની પ્રતિમાની તોડફોડની નિદા કરી હતી અને દોષિતો વિરુદ્ધ તાત્‍કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્‍તા રણધીર જયસ્‍વાલે મીડિયાના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે અમે મેલબોર્નના રોવિલમાં ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કોમ્‍યુનિટી સેન્‍ટરમાં સ્‍થાપિત કરાયેલી મહાત્‍મા ગાંધીની પ્રતિમા સાથે અજાણ્‍યા લોકો દ્ધારા કરવામાં આવેલી તોડફોડ અને તેની ચોરી કરવાની ઘટનાની સખત નિદા કરીએ છીએ.. જયસ્‍વાલે કહ્યું હતું કે ભારતે આ ઘટનાને ઓસ્‍ટ્રેલિયાના અધિકારીઓ સમક્ષ ઉઠાવ્‍યો છે. ચોરી થયેલી મૂર્તિને શોધવા અને દોષિતો વિરુદ્ધ તાત્‍કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ઓસ્‍ટ્રેલિયન મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે મેલબોર્નના રોવિલેમાં ઓસ્‍ટ્રેલિયન ઇન્‍ડિયન કમ્‍યુનિટી સેન્‍ટરની બહાર સ્‍થાપિત મહાત્‍મા ગાંધીની કાંસ્‍ય પ્રતિમા ૧૨ જાન્‍યુઆરીની વહેલી સવારે ચોરાઈ ગઈ હતી. ૪૨૬ કિલોગ્રામની આ પ્રતિમા ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર કલ્‍ચરલ રિલેશન્‍સ નવી દિલ્‍હી તરફથી ભેટમાં મળી હતી. જેનું ઉદ્ધાટન ૨૦૨૧માં ઓસ્‍ટ્રેલિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍કોટ મોરિસન દ્વારા કરવામાં આવ્‍યું હતું. વિક્‍ટોરિયા પોલીસ નોક્‍સ ક્રાઇમ ઇન્‍વેસ્‍ટિગેશન યુનિટે ચોરીની તપાસ શરૂ કરી છે, જેના કારણે મેલબોર્નના ભારતીય-ઓસ્‍ટ્રેલિયન સમુદાયમાં નવી ચિતા ફેલાઈ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મેલબોર્નમાંથી ગાંધી પ્રતિમાની ચોરીઃ ભારતે તોડફોડની નિંદા કરી અને કાર્યવાહીની અપીલ કરી | Achira News