Achira News Logo
Achira News

મલ્હાર ઠાકરેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ'લગાન લગે'સિનેમાઘરોમાં રજૂ થવાની તૈયારીમાં

Akila News
મલ્હાર ઠાકરેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ'લગાન લગે'સિનેમાઘરોમાં રજૂ થવાની તૈયારીમાં
Full News
Share:

રાજકોટ તા. ૨ : પરિવાર સાથે જોઇ શકાય તેવી રોમેન્‍ટીક અને કોમેડી ફિલ્‍મ‘‘લગન લાગીરે'' આગામી ૬ ફેબ્રુઆરીના શુક્રવારથી સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે. ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા આ ફિલ્‍મમાં કાર્તીકનું પાત્ર કરતા મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતુ કે શહેરી વિસ્‍તારની એક પ્રેમ કથા લઇને બનેલ આ ફિલ્‍મ ખુબ સારી અસર છોડી જાય છે. એક પ્રમાણિક છોકરો પ્રેમમાં પડે અને પછી મિત્રો સાથે મળી કઇ રીતે પોતાનું કાર્ડયાંક સુધી પહોંચે છે તે વાતને સારી રીતે વણી લેવામાં આવી છે. કોકોનટ મોશન પીકચર્સ અને અક્ષર કામ્‍યુનીકેશનની આ ફિલ્‍મની શરૂઆત‘‘જો રિલેશનશીપ બે જણની હા થી શરૂ થાય તો બેકઅપ એક જણ કઇ રીતે નક્કી કરી શકે'' ડાયલોગથી થાય છે. લવની ભવાઇ અને મંગલમ સીંગલમની ટીમ ફરી આ ફિલ્‍મમાં દેખાઇ છે અને સ્‍ટાર કાસ્‍ટની ટીમ પણ સેઇમ છે એટલે દર્શકોને વધુ મજા પડી જશે તેમ મલ્‍હાર ઠાકરે જણાવ્‍યુ હતુ.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મલ્હાર ઠાકરેની રોમેન્ટિક-કોમેડી ફિલ્મ'લગાન લગે'સિનેમાઘરોમાં રજૂ થવાની તૈયારીમાં | Achira News