Achira News Logo
Achira News

મિશન લાઇફ અભિયાન હેઠળ અમરેલીએ વિશાળ વોકથોન રેલીનું આયોજન કર્યું

Divya Bhaskar
મિશન લાઇફ અભિયાન હેઠળ અમરેલીએ વિશાળ વોકથોન રેલીનું આયોજન કર્યું
Full News
Share:

પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને ક્લાઈમેટ ચેન્જ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે અમરેલી જિલ્લામાં મિશન લાઈફ અભિયાન અંતર્ગત વિશાળ વોકેથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નોડલ અધિકારી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ)ના માર્ગદર્શન હેઠળ યોજા આ વોકેથોન રેલીનો પ્રારંભ શહેરના સરદાર પટેલ રમત સંકુલ, ચિત્તલ રોડથી કરવામાં આવ્યો હતો. રેલી રાજકમલ ચોક સુધી પહોંચી ત્યારબાદ ફરી સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સમાપ્ત થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન પર્યાવરણ બચાવ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની અને ક્લાઈમેટ ચેન્જ સામે જાગૃત બનવાની અપીલ કરવામાં આવી હતી, તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યો, ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલના ખેલાડીઓ તેમજ વિવિધ રમતના કોચ અને ટ્રેનરો સહિત અંદાજે 500 જેટલા લોકોએ સક્રિય રીતે ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણની સુરક્ષા, પ્રકૃતિ સાથે સંવાદિતા અને બદલાતા હવામાનના પડકારો સામે સામૂહિક જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મિશન લાઇફ અભિયાન હેઠળ અમરેલીએ વિશાળ વોકથોન રેલીનું આયોજન કર્યું | Achira News