ફોર્ટ લોડરડેલ (USA): વિશ્વ ફૂટબોલના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ આવી ગયો છે. આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસીએ તેની ભવ્ય કારકિર્દીનો 900મો ગોલ ફટકારીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. અમેરિકામાં રમાયેલા CONCACAF ચેમ્પિયન્સ કપના 'રાઉન્ડ ઓફ 16' માં નેશવિલ સામેની મેચમાં મેસીએ આ અવિશ્વસનીય સિદ્ધિ મેળવી છે. આ સાથે જ તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પછી 900 ગોલના આંકડા સુધી પહોંચનાર વિશ્વનો બીજો માત્ર પુરુષ ખેલાડી બન્યો છે.સાતમી મિનિટે ડાબા પગનો જાદુમેચ શરૂ થયાની સાતમી જ મિનિટે મેસીએ પોતાનો અસલી મિજાજ બતાવ્યો હતો. બોક્સની બરાબર વચ્ચે પાસ મળતા જ મેસીએ અત્યંત ચપળતાથી બોલને નિયંત્રિત કર્યો અને વિરોધી ટીમના ડિફેન્ડર્સને થાપ આપીને પોતાના પ્રખ્યાત ડાબા પગથી બોલને ગોલપોસ્ટમાં ધકેલી દીધો હતો. આ ગોલ થતા જ આખું સ્ટેડિયમ જોશમાં આવી ગયું હતું. જોકે, આ મેચ 1-1 થી ડ્રો રહી હતી, પરંતુ મેસીની સિદ્ધિએ તમામ હેડલાઈન્સ જીતી લીધી હતી.રોનાલ્ડો Vs મેસી: આંકડાનો જંગરસપ્રદ વાત એ છે કે મેસીએ રોનાલ્ડો કરતા લગભગ 100 જેટલી ઓછી મેચો રમીને આ 900 ગોલનો આંકડો વટાવ્યો છે. રોનાલ્ડોએ જ્યારે 900 ગોલ પૂરા કર્યા ત્યારે તેની ઉંમર 39 વર્ષની હતી, જ્યારે મેસીએ આ પરાક્રમ હજુ 39 વર્ષ પૂરા થાય તે પહેલા જ (આગામી જૂનમાં તેનો જન્મદિવસ છે) કરી બતાવ્યું છે. બાસ્કેટબોલના દિગ્ગજ મેજિક જોહ્ન્સન સહિત વિશ્વભરના રમતવીરોએ મેસીને આ "અકલ્પનીય સિદ્ધિ" બદલ સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.ટ્રોફીઓનો શહેનશાહ8 વખત બેલોન ડી'ઓર અને 2022 વર્લ્ડ કપ વિજેતા મેસી હવે ફૂટબોલના ઈતિહાસમાં સૌથી વધુ ટ્રોફી (47 ટાઇટલ્સ) જીતનાર ખેલાડી છે. બાર્સેલોના માટે બે દાયકા સુધી રમતા તેણે જે પાયો નાખ્યો હતો, તે આજે અમેરિકાની ધરતી પર ઈન્ટર મિયામી માટે પણ એટલી જ ચમક સાથે આગળ વધી રહ્યો છે. ભલે બ્રાઝિલના પેલેના ગોલ અંગે વિવિધ દાવાઓ થતા હોય, પરંતુ સત્તાવાર રેકોર્ડ બુકમાં મેસી હવે સર્વોચ્ચ શિખરે બિરાજમાન છે.
મેસ્સીએ બનાવ્યો 900મો ગોલ, આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો પુરૂષ ખેલાડી બન્યો
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.