Achira News Logo
Achira News

મહારાષ્ટ્ર જાતીય અપરાધના ગુનેગારો માટે પેરોલના નિયમોને કડક બનાવશે

Akila News
મહારાષ્ટ્ર જાતીય અપરાધના ગુનેગારો માટે પેરોલના નિયમોને કડક બનાવશે
Full News
Share:

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે એક અત્યંત કડક અને ઐતિહાસિક નિર્ણય લેવાની તૈયારી શરૂ કરી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જાતીય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ કે દોષિતોને 'પેરોલ' (તાત્કાલિક રજા) પર જેલની બહાર આવવા પર પ્રતિબંધ મૂકતો કડક કાયદો ઘડવામાં આવે.ચોંકાવનારા આંકડા આવ્યા સામેમુખ્યમંત્રી ફડણવીસે આ નિર્ણય પાછળ એક ખૂબ જ ગંભીર કારણ રજૂ કર્યું છે. તેમણે કેબિનેટ બેઠકમાં નોંધ્યું હતું કે, રાજ્યમાં બનતા લગભગ ૯૦ ટકા જાતીય ગુનાઓ એવા શખ્સો દ્વારા આચરવામાં આવે છે જેઓ અગાઉ આવા જ ગુનામાં જેલમાં હતા અને પેરોલ પર કામચલાઉ મુક્તિ મેળવીને બહાર આવ્યા હતા. આ 'રીપીટ ઓફન્ડર્સ' (વારંવાર ગુનો કરનારા) ને કારણે સમાજમાં ભયનું વાતાવરણ ઉભું થાય છે, જેને રોકવા પેરોલના નિયમો સખત કરવા અનિવાર્ય છે.અગાઉના કાયદાનો અનુભવસૂત્રોના જણાવ્યા અનુસાર, ફડણવીસે યાદ અપાવ્યું હતું કે તેમના ૨૦૧૪ થી ૨૦૧૯ ના અગાઉના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન પણ આવો જ એક કાયદો લાવવામાં આવ્યો હતો. જોકે, તે કાયદો ત્રણ વર્ષ સુધી અમલમાં રહ્યા બાદ અદાલતો દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આ વખતે સરકાર તમામ કાયદાકીય પાસાઓને ધ્યાનમાં રાખીને એવો મજબૂત કાયદો બનાવવા માંગે છે જે ન્યાયિક પ્રક્રિયામાં પણ ટકી શકે.મહિલા સુરક્ષા માટે મોટું પગલુંઆ નવા કાયદાના અમલથી જાતીય હિંસાના ગુનેગારોને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે અને તેમને મળતી પેરોલની છૂટછાટ બંધ થઈ જશે. સરકારનો ઉદ્દેશ્ય ગુનેગારોમાં કાયદાનો ડર પેદા કરવાનો અને પીડિતોને ન્યાય અપાવવાનો છે. સામાજિક કાર્યકરો અને મહિલા સંગઠનોએ આ પ્રસ્તાવિત કાયદાને આવકાર્યો છે.હવે જોવાનું એ રહેશે કે ગૃહ વિભાગ આ કાયદાનો ડ્રાફ્ટ કેટલી ઝડપથી તૈયાર કરે છે અને તેને આગામી વિધાનસભા સત્રમાં ક્યારે રજૂ કરવામાં આવે છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મહારાષ્ટ્ર જાતીય અપરાધના ગુનેગારો માટે પેરોલના નિયમોને કડક બનાવશે | Achira News