Achira News Logo
Achira News

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સુનેત્રા પવારે સૌથી વધુ મતદાનનો રેકોર્ડ બનાવ્યો

Akila News
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સુનેત્રા પવારે સૌથી વધુ મતદાનનો રેકોર્ડ બનાવ્યો
Full News
Share:

મુંબઈ/બારામતી તા.૫: નાયબ મુખ્‍ય પ્રધાન અને અજિત પવાર જૂથના ઉમેદવાર સુનેત્રા પવારે બારામતી પેટાચૂંટણીમાં એક રેકોર્ડ બનાવ્‍યો છે. તેમણે ૨,૧૮,૯૩૦ મતોથી જીત મેળવી છે, જે દેશના વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ છે. તેઓ સૌથી વધુ લીડ સાથે વિજયી બન્‍યા છે. આ પહેલા મહારાષ્ટ્રમાં સૌથી વધુ મતોના માર્જિનનો રેકોર્ડ સ્‍વર્ગસ્‍થ નાયબ મુખ્‍ય પ્રધાન અજિત પવારના નામે હતો. તેમણે ૨૦૧૯માં ૧,૬૫,૨૬૫ મતોના માર્જિનથી જીત મેળવી હતી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત હતી. જોકે, ૨૦૨૨ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં, ભાજપના બે નેતાઓએ અજિતદાદાનો રેકોર્ડ તોડ્‍યો હતો. જેમાં સાહિબાબાદ, ગાઝિયાબાદથી ભાજપના ધારાસભ્‍ય સુનીલ કુમાર શર્મા અને નોઈડાથી ભાજપના ધારાસભ્‍ય પંકજ સિહનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં સુનીલ કુમાર શર્માએ સમાજવાદી પાર્ટીના અમરપાલ શર્માને ૨,૧૪,૮૩૫ મતોથી હરાવ્‍યા હતા. ભારતમાં વિધાનસભા ચૂંટણીમાં આ સૌથી મોટી લીડ હતી. તે પછી પંકજ સિહે તે જ ચૂંટણીમાં અજિત પવારનો રેકોર્ડ તોડ્‍યો. તેમનો વિજય માર્જિન ૧, ૮૧,૦૦૦ હતો. હવે, ૪ વર્ષ પછી, સુનેત્રા પવારે બદલો લીધો છે. તેમણે આ બંને નેતાઓને પાછળ છોડી દીધા છે અને દેશમાં સૌથી વધુ લીડ મેળવવાનો રેકોર્ડ બનાવ્‍યો છે. આ ચૂંટણીમાં, સુનેત્રા પવારનો વિરોધ કરી રહેલા અન્‍ય ૨૨ ઉમેદવારોને કુલ માત્ર ૪,૮૩૭ મત મળ્‍યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સુનેત્રા પવારે સૌથી વધુ મતદાનનો રેકોર્ડ બનાવ્યો | Achira News