Achira News Logo
Achira News

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ સમારોહને લઈને વિવાદ ઊભો કર્યો

Kutch Mitra
મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ સમારોહને લઈને વિવાદ ઊભો કર્યો
Full News
Share:

મહારાષ્ટ્રનાં પહેલા મહિલા નાયબ મુખ્ય પ્રધાન તરીકે સુનેત્રાપવારે શપથ લીધા પછી વિવાદ ઊભો કરાયો છે. પતિના નિધનના માંડ ત્રણ દિવસ થયા હતા ત્યાંસુનેત્રા અજિત પવારને શપથ લેવાની એવી તે શી ઉતાવળ હતી કે તેરમાની વિધિ પતી જાય ત્યાંસુધી તેઓ રાહ જોવા તૈયાર નહોતાં. ધર્મ,પ્રથા અને સામાજિક વહેવારની દુહાઈઓ આપી રાજકારણીઓ સુનેત્રા પવારના આ પગલાનેવખોડી રહ્યા છે,જાણે તેમના આ પગલાથી ધરતી રસાતળ થઈ જવાની હોયકે આભ તૂટી પડવાનું હોય. એનસીપી (એસપી)ના સર્વેસર્વા અને અઠંગ રાજકારણી શરદ પવારે પત્રકારપરિષદ બોલાવીને કહ્યું કે સુનંદા પરિવારને જાણ કર્યાં વિના શપથવિધિ માટે નીકળી ગયાં.જોકે,કેટલાક નિર્ણયો પરિસ્થિતિને આધિન હોય છે અને ધાર્મિક વિધિઓતથા કર્મકાંડની છડેચોક ઠેકડી ઉડાડનારાઓ આ બાબતમાં ધર્મ વિરુદ્ધ થયું છે એવી કાગારોળકરે છે ત્યારે શેતાન બાઇબલ ટાંકતો હોય એવું જણાય છે. છેલ્લા થોડા સમયથી એક નરેટિવ ચલાવવામાંઆવી રહ્યું છે કે બંને એનસીપીનું એકીકરણ થવાનું છે. અજિત પવારે પણ આવો સંકેત આપ્યોહોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે કેટલાંકસ્થળે બંને એનસીપીએ યુતિ કરી છે. ધારો કે બંધબારણે કાકા-ભત્રીજા વચ્ચે પક્ષના એકીકરણનીવાત થઈ હોય તો પણ કાકાનો પક્ષ ભત્રીજામાં ભળે તો ભાજપના વડપણ હેઠળના એનડીએમાં રહેશેકે કાકા-ભત્રીજો વર્તમાન રાજકીય ગઠબંધન તોડશે એ સ્પષ્ટ નહોતું. અજિત પવાર હવે હયાતનથી અને શરદ પવાર બોલે એક,તેમના મગજમાં ચાલતું હોય બીજું અનેતેઓ કરે કંઈક ત્રીજું અને તેમનો આશય કંઈક ચોથો જ હોય એવા કિસ્સાઓથી તેમનો ભૂતકાળ સભરછે. અત્યારે થઈ રહેલા હોબાળામાં કોનો હાથ અને ભેજું છે,એ માત્રરાજકીય વિશ્લેષક કે નિરીક્ષક જ સમજી શકે એવું નથી. સુનેત્રા પવાર રાજકારણીઓના પરિવારમાંથીઆવે છે,લગ્ન પછી તેઓ રાજકારણથી દૂર હતાં. પતિએ કાકા સાથે છેડોફાડયો એ પછી સુનેત્રાને ચૂંટણીના રાજકારણમાં ઊતરવાની ફરજ પડી. અત્યારે પરિસ્થિતિ એવીછે કે વડા વિનાનો પક્ષ અને સત્તા વિનાના રાજકારણીઓના સમૂહને સાચવવા માટે તેમને તાકીદેશપથ લેવા પડયા. મહારાષ્ટ્રનું રાજકારણ એવું છે કે જરાસરખી ભૂલ કે વિલંબ થાય તો વિધાનસભ્યોતોડી લેવા બધા જ પક્ષો તત્પર બેઠા છે. એમાંય વળી,શરદ પવાર સહાનુભૂતિકાર્ડ ઊતરે તો પતિના પક્ષનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ પડે. પવાર પરિવાર ધાર્મિકરીતે બહુ સક્રિય નથી,આથી જે લોકો હિન્દુ વિધિથી થયેલા અંતિમસંસ્કાર અને તેર દિવસ સુધી રાહ જોવાની જરૂર હતી,એવી વાતોની દુહાઈઆપે છે,તેઓ ભૂલી જાય છે કે શાસ્ત્રોમાં આપદ ધર્મ નામનો એક વિચારપણ છે. વળી,સુધારાવાદી ગણાતા પવાર પરિવારનાં પુત્રવધૂ પતિનાનિધન બાદ તેમના પક્ષને બચાવવા માટે સક્રિય થયાં હોય તો એમાં ખોટું શું છે?પ્રથા અને સામાજિક વહેવારની દુહાઈઓ આપી રાજકારણીઓ સુનેત્રા પવારના આ પગલાનેવખોડી રહ્યા છેજાણે તેમના આ પગલાથી ધરતી રસાતળ થઈ જવાની હોયકે આભ તૂટી પડવાનું હોય. એનસીપી (એસપી)ના સર્વેસર્વા અને અઠંગ રાજકારણી શરદ પવારે પત્રકારપરિષદ બોલાવીને કહ્યું કે સુનંદા પરિવારને જાણ કર્યાં વિના શપથવિધિ માટે નીકળી ગયાં.જોકેકેટલાક નિર્ણયો પરિસ્થિતિને આધિન હોય છે અને ધાર્મિક વિધિઓતથા કર્મકાંડની છડેચોક ઠેકડી ઉડાડનારાઓ આ બાબતમાં ધર્મ વિરુદ્ધ થયું છે એવી કાગારોળકરે છે ત્યારે શેતાન બાઇબલ ટાંકતો હોય એવું જણાય છે. છેલ્લા થોડા સમયથી એક નરેટિવ ચલાવવામાંઆવી રહ્યું છે કે બંને એનસીપીનું એકીકરણ થવાનું છે. અજિત પવારે પણ આવો સંકેત આપ્યોહોવા છતાં સ્પષ્ટ કર્યું હતું કે માત્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ માટે કેટલાંકસ્થળે બંને એનસીપીએ યુતિ કરી છે. ધારો કે બંધબારણે કાકા-ભત્રીજા વચ્ચે પક્ષના એકીકરણનીવાત થઈ હોય તો પણ કાકાનો પક્ષ ભત્રીજામાં ભળે તો ભાજપના વડપણ હેઠળના એનડીએમાં રહેશેકે કાકા-ભત્રીજો વર્તમાન રાજકીય ગઠબંધન તોડશે એ સ્પષ્ટ નહોતું. અજિત પવાર હવે હયાતનથી અને શરદ પવાર બોલે એક

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Kutch Mitra

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રીએ શપથ ગ્રહણ સમારોહને લઈને વિવાદ ઊભો કર્યો | Achira News