Achira News Logo
Achira News

મહારાષ્ટ્રમાં સરપંચની ચૂંટણી લડવા માટે યુવકે દીકરીની હત્યા કરી

Akila News
મહારાષ્ટ્રમાં સરપંચની ચૂંટણી લડવા માટે યુવકે દીકરીની હત્યા કરી
Full News
Share:

કેરૂર તા.૪: મહારાષ્ટ્રમાં એક સ્‍તબ્‍ધ કરી મૂકે તેવો કિસ્‍સો સામે આવ્‍યો છે. નિઝામાબાદમાં એક વ્‍યક્‍તિએ સરપંચની ચૂંટણી લડવા માટે લાયક થવા પોતાની પુત્રીની હત્‍યા કરી દીધી. પોલીસના જણાવ્‍યા મુજબ, મહારાષ્ટ્રના કેરૂર ગામમાં રહેવાવાળા પાંડુરંગ સરપંચની ચૂંટણી લડવા માગતો હતો. પણ બે બાળકોના નિયમના કારણે તે ચૂંટણી લડવા માટે કાયદાકીય રીતે અયોગ્‍ય હતો. કેમ કે તેને ત્રણ બાળકો હતા. આ અયોગ્‍યતા તેની આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. જેથી તેને પોતાની જ દીકરી પ્રાચીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે જણાવ્‍યું કે પાંડુરંગ નિઝામાબાદ જિલ્‍લાના અડાપલ્‍લી પાસે આવેલા નિઝામસાગર નહેરના કિનારે પાસે દીકરી પ્રાચીને લઈને ગયો હતો. જે બાદ તેને ત્‍યાં ધક્કો મારી ડૂબાડી દેતા તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં સમગ્ર ખુલાસો થતાં હવે આરોપી પાંડુરંગની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાક્રમમાં હાલના સરપંચ ગણેશ શિદેની પણ ધરપકડ કરવામાં આવી છે. કેમ કે આરોપીએ ઘટનાને અંજામ આપતા પહેલા સરપંચ સાથે વાત કરી હતી. પોલીસ સમગ્ર કેસમાં વધુ તપાસ કરી રહી છે. સભ્‍ય સમાજ માટે કિસ્‍સો ચેતવતો અને ચોંકાવનારો છે. એક બાપે સગી દીકરીને માત્ર ચૂંટણી લડવા માટે મોતના મુખમાં ધકેલી દેતા પરિવાર અને પંથકમાં શોક સાથે આક્રોશની લાગણી છે

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મહારાષ્ટ્રમાં સરપંચની ચૂંટણી લડવા માટે યુવકે દીકરીની હત્યા કરી | Achira News