Achira News Logo
Achira News

મહેસાણાના બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની ખેડૂતોને ચેતવણી આપી

Divya Bhaskar
મહેસાણાના બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની ખેડૂતોને ચેતવણી આપી
Full News
Share:

મહેસાણા બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ તા. 3 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જિલ્લામાં ક્યાંક હળવા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મહેસાણા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ સંજોગોમાં હાલ આંબાના અત્યંત સંવેદનશીલ મોર આવવાના તબક્કે તેમજ ઉભા શાકભાજીના પાકોને નુક્સાન થવાની સંભાવના હોવાથી બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. બાગાયત વિભાગના જણાવ્યા મુજબ, મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે, અને આ દરમિયાન વધુ ભેજ તથા કમોસમી વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. કમોસમી વરસાદના કારણે મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ આવવી, પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

મહેસાણાના બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની ખેડૂતોને ચેતવણી આપી | Achira News