Achira News Logo
Achira News

યુ. એસ.-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં વધારો થતાં ડબ્લ્યુએચઓએ વિનાશક પરિણામોની ચેતવણી આપી

Akila News
યુ. એસ.-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં વધારો થતાં ડબ્લ્યુએચઓએ વિનાશક પરિણામોની ચેતવણી આપી
Full News
Share:

તેહરાન:અમેરિકા-ઇઝરાયલઅને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના 20મા દિવસે પરિસ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ એક એવી ભયાનક ચેતવણી આપી છે જેનાથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. WHO ના પ્રાદેશિક નિર્દેશક હનાન બલ્ખીએ સ્પષ્ટ કર્યું છે કે જો ઇઝરાયલનું સૈન્ય નુકસાન અસહ્યબનશે, તો તે ઈરાન પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે જો એકવાર પરમાણુ બોમ્બઝીંકાયો, તો માત્ર ઈરાન જ નહીં પરંતુ સમગ્ર પડોશી દેશોમાં લાખો લોકોના મોત નિશ્ચિત છે અને તેના કિરણોત્સર્ગનીઅસરોપેઢીઓ સુધી ભૂંસી શકાશે નહીં. આ દરમિયાન ઈરાને સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ સંસ્થા (IAEA) ને સત્તાવાર જાણ કરી છે કે તેના એકમાત્ર કાર્યરતબુશેહર પરમાણુ પાવર પ્લાન્ટપર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. જોકે, ઈરાનનો દાવો છે કે આ હુમલામાં પ્લાન્ટને કોઈ મોટી ક્ષતિ પહોંચી નથી, પરંતુ ભૂ-રાજકીય નિષ્ણાતો તેને ઇઝરાયલ તરફથી અંતિમ ચેતવણી માની રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે પરમાણુ મથકો હવે સુરક્ષિત નથી. WHO ના અધિકારીઓ હવે સૌથી ખરાબ પરિસ્થિતિ (Worst Case Scenario) માટે તૈયારી કરી રહ્યા છે, કારણ કે પરમાણુ હુમલાના કિસ્સામાં તબીબી સહાય પણ વામણી સાબિત થશે. બીજી તરફ, અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓના જવાબમાં ઈરાને તેની અત્યંત ઘાતક બેલિસ્ટિક મિસાઈલો તેહરાનથી રવાના કરી છે. ઇઝરાયલની 'ધીરજની કસોટી' થઈ રહી છે અને જો તે તૂટી, તો મધ્ય પૂર્વના નકશા પરથી ઈરાનનું નામ ભૂંસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ડબ્લ્યુએચઓ એ ચેતવણી આપી છે કે પરમાણુ ઘટના પ્રાદેશિક સીમાઓ ઓળંગીને વૈશ્વિક કટોકટીમાં ફેરવાઈ શકે છે. અત્યારે સમગ્ર વિશ્વ શ્વાસ રોકીને જોઈ રહ્યું છે કે શું માનવતા ફરી એકવાર હિરોશિમા અને નાગાસાકી જેવી ભયાનકતા જોશે કે પછી રાજદ્વારી પ્રયાસોથી આ મહાવિનાશ ટળશે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

યુ. એસ.-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધમાં વધારો થતાં ડબ્લ્યુએચઓએ વિનાશક પરિણામોની ચેતવણી આપી | Achira News