દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) માં હવે માત્ર પુસ્તકિયા જ્ઞાનથી ડિગ્રી નહીં મળે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા જાહેર કરાયેલી નવી ગાઈડલાઈન મુજબ, વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને શિક્ષણનો અનિવાર્ય હિસ્સો બનાવી દેવાયો છે. નવી ર UGC એ ચિંતા વ્યક્ત કરી છે કે, કોલેજોમાં રમતગમતની ફી લેવાય છે, પરંતુ માત્ર 1થી 2% વિદ્યાર્થીઓ જ તેનો લાભ લે છે. આથી હવે શારીરિક પ્રવૃત્તિને ઈવેલ્યુએશન પ્રોસેસ સાથે જોડી દેવામાં આવી છે. વિદ્યાર્થીની શક્તિ, સહનશક્તિ અને સંકલન ક્ષમતાના આધારે તેને આગામી સેમેસ્ટરમાં પ્રમોશન આપવામાં આવશે. શારીરિક રીતે અસ્વસ્થ વિદ્યાર્થી સમાજ માટે જવાબદારી (Liability) સમાન છે તેવું બોર્ડનું માનવું છે. કેમ્પસમાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે, નેતૃત્વ જેવા ગુણો વિકસશેયુજીસી દ્વારા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર (SSC)’ ની સ્થાપના અને શારીરિક પ્રવૃત્તિને ક્રેડિટ સિસ્ટમ સાથે જોડવાની ગાઈડલાઈન એક ઐતિહાસિક નિર્ણય છે. આજના યુગમાં માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓનું શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન અને જીવનકૌશલ્ય પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. આ પગલાંથી કેમ્પસમાં રમતગમત અને ફિટનેસની સંસ્કૃતિ વધુ મજબૂત બનશે, વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમસ્પિરિટ અને નેતૃત્વ જેવા ગુણો વિકસશે. ભણતર સાથે ફિટનેસને અનિવાર્ય બનાવવાનો આ પ્રયાસ દેશને સ્વસ્થ, સશક્ત અને સક્રિય યુવા પેઢી આપશે. શારીરિક શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે હું માનું છું કે આ નિર્ણય દેશના ઉચ્ચ શિક્ષણમાં ‘ફિટનેસ અને વેલનેસ’ને નવી દિશા આપનાર માઈલસ્ટોન સાબિત થશે. - ડૉ. હરિશ રાબા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એક્સપર્ટ સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર (SSC): માનસિક તણાવનું વન-સ્ટોપ સોલ્યુશન કોલેજોમાં મળશેદરેક ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ હવે એક ‘સ્ટુડન્ટ સર્વિસ સેન્ટર’ બનાવવું પડશે જે સિંગલ-વિન્ડો સિસ્ટમ તરીકે કામ કરશે. આ સેન્ટરમાં મનોવિજ્ઞાન અને શારીરિક શિક્ષણના નિષ્ણાત કાઉન્સેલર્સ રહેશે જે વિદ્યાર્થીઓને એકેડેમિક પ્રેશર, ડિપ્રેશન અને કરિયરની મૂંઝવણોમાં મદદ કરશે. આ સેન્ટર ઓનલાઇન અને ટેલિફોનિક હેલ્પલાઇન દ્વારા પણ સેવા આપશે. કેમ્પસમાં હવે જીમ, યોગા સેન્ટર, સ્પોર્ટ્સ સુવિધાઓ, સેલ્ફ-ડિફેન્સ ટ્રેનિંગ ફરજિયાતમાર્ગદર્શિકા મુજબ, કોલેજોએ અત્યાધુનિક જિમ્નેશિયમ, યોગ સેન્ટર અને ઈન્ડોર-આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવી પડશે. ખાસ કરીને ગર્લ્સ સ્ટુડન્ટ્સ માટે સેલ્ફ-ડિફેન્સ (સ્વ-બચાવ)ની તાલીમ નિયમિત ધોરણે યોજવી પડશે. આ ઉપરાંત, સંસ્થાઓએ AIIMS જેવી પ્રતિષ્ઠિત મેડિકલ સંસ્થાઓ સાથે MOU કરવા પડશે જેથી જરૂર પડ્યે વિદ્યાર્થીઓને નિષ્ણાત સારવાર મળી રહે.
યુજીસીએ ડિગ્રી હાંસલ કરવા માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને આવશ્યક માપદંડ તરીકે રજૂ કર્યું
Divya Bhaskar•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.