Achira News Logo
Achira News

યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો

Akila News
યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો
Full News
Share:

ગુરુગ્રામ તા.૪: હરિયાણાના ગુરુગ્રામમાં રહેવાસી ઓટોમોબાઈલ યુટ્‍યુબર અરુણ પંવાર પોતાની એક રસમનો વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આજે એટલે કે, ૩ ફેબ્રુઆરીના રોજ યુટ્‍યુબર અરુણ પંવાર લગ્નના બંધને બંધાયો છે. તેના લગ્ન પહેલા સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના લગ્ન સમારંભ દરમિયાન ૭૧ લાખ રૂપિયા રોકડા અને ૨૧ તોલા સોનાના દાગીનાનો ઉલ્‍લેખ કર્યો છે. આ વીડિયો ખુદ અરુણ પંવારે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો છે, જે બાદ તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્‍યક્‍તિ કાગળ વાંચવા આ દહેજ નહીં પણ દાન ગણાવી રહ્યો છે. તેની સાથે કોને શું મળ્‍યું છે, તેની આખી યાદી વાંચી સંભળાવે છે. વીડિયોમાં જણાવે છે કે અરુણ પંવાર, તેના પિતા, તાઉ, ભાઈ, મા, બહેન, ભાભી સહિત પરિવારના અન્‍ય સભ્‍યોને પણ સોનાના દાગીના આપવામાં આવ્‍યા છે. કુલ મળીને ૨૧ તોલા સોનું અને ૭૧ લાખ રૂપિયા રોકડા આપવાની વાત કહેવાઈ છે, જેને દાન ગણાવી રહ્યા છે. અરુણ પંવાર મૂળ સોહનાના ઇંદરી ગામનો રહેવાસી છે. તેના લગ્નની વિધિ ૩૦ જાન્‍યુઆરીના રોજ થઈ હતી. અરુણની થનારી પત્‍નીનું નામ ડો. તિથિ છે. જેનો પરિવાર પલવલમાં રહે છે. બંનેના લગ્ન નેશનલ હાઈવે-૧૯ પર આવેલા એક ફાર્મ હાઉસમાં થઈ રહ્યા છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

યુટ્યુબરે 71 લાખ રૂપિયાનું લગ્ન પહેલાનું દાન અને 21 તોલા સોનાના દાગીનાનો ખુલાસો કર્યો | Achira News