Achira News Logo
Achira News

યુવાન સમયસર નિદાન અને સારવાર સાથે દુર્લભ વાયરલ રોગમાંથી સ્વસ્થ થયો

Western Times
યુવાન સમયસર નિદાન અને સારવાર સાથે દુર્લભ વાયરલ રોગમાંથી સ્વસ્થ થયો
Full News
Share:

કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન સારવાર બાદ યુવક સંપૂર્ણ સ્વસ્થ (એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના ર૬ વર્ષીય યુવક ક્રિમીનલ-કોગો હેમરેજીગક ફીવર સીસીએચએફ નામના જીવલેણ બની શકે એવા વાયરજન્ય રોગમાંથી કેડી હોસ્પિટલમાં સમયસર નિદાન અને તાત્કાલીક સારવારથી સ્વસ્થ થયો છે. ગાંધીનગરમાં રવી પટેલ નામ બદલ્યું છે કેને તીવ્ર તાવ, અતીશય નબળાઈ મુંઝવણ અને ઝડપથી બગડતી તબીયત સાથે કેડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આવા લક્ષણો ઘણીવાર સામાન્ય વાયરસજન્ય તાવ જેવા લાગે છે. પરંતુ ડોકટરોને પ્લેટલેટસમાં ઝડપી ઘટાડો લીવરકાર્યમાં અસમાન્યતા અને લોહી જામવાની પ્રક્રિયામાં ખલેલ જેવા ગંભીર સંકેતો દેખાતા સીસીએચએફઅંગે શંકા ઉભી થઈ હતી. ક્રિમીનલ-કોગો હેમરીજીક લીવર એક દુર્લભ વાયરજન્ય રોગ છે. જેમાં મૃત્યુદર ખુબ ઉંચો હોય છે. સમયસર ઓળખ અને સારવાર ન થાય તો મૃત્યુદર અંદાજે ૭૦-૮૦% સુધી પહોચી શકે છે. એમ કન્સલ્ટન્ટ ક્રિટીકલ કેર સ્પેશીયાલીસ્ટ ડો. તેજસ પરીખે જણાવ્યું હતું કે આ રોગની શરૂઆત ઘણીવાર સામાન્ય વાયરસ તાવ જેવી થાય છે. જેના કારણે વહેલી તકે નિદાન કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ ઝડપથી ઘટતા જતા રકતકણો લીવરની કાર્યક્ષમતા વિક્ષેપ થયો અને રકતસત્રાવની બદલાતી જાતી પેટર્ન તેને અલગ ઓળખ આપી છે. એકવાર શંકા થાય પછી પુષ્ટિ રીપોર્ટની રાહ જોયા વિના તાત્કાલીક સારવાર શરૂ કરવી જરૂરી છે.વહેલું આઈસોલેશન રીમાવીને જેવી એન્ટીવાયરલ સારવાર અને ઈન્ટેન્સિવ સપોટીવ કેર જીવ બચાવવા માટે મહત્વપુર્ણ છે. તાત્કાલીક સઘન સારવારની સાથે સાથે વધુ તપાસ માટે લોહીના નમુના મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દર્દીમાં ગંભીર ઈમ્યુન મીડીયેટેડ પ્રતીક્રિયા વિકસીત થઈ હતી. જે વાયરજન્ય રોગોમાં જોવા મળતી જાણતી કે પરંતુ દુર્લભ જટીલતા છે. જેમાં શરીરને નુકશાન પહોચાડે છે. આવા કેસોમાં સતત મોનીટરીગ લોહી અને કલોટીગ માટે જરૂરી સહાય તેમજ ઈમ્યુન પ્રતીભાવને સમયસર નિયંત્રીત કરવું અત્યંત જરૂરી છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Western Times

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

યુવાન સમયસર નિદાન અને સારવાર સાથે દુર્લભ વાયરલ રોગમાંથી સ્વસ્થ થયો | Achira News