Achira News Logo
Achira News

રાજા શિવાજીની મોટી શરૂઆત, સુદેશ કુમારનું નિધન

Sandesh
રાજા શિવાજીની મોટી શરૂઆત, સુદેશ કુમારનું નિધન
Full News
Share:

રિતેશ દેશમુખની ફિલ્મ રાજા શિવાજી એ રિલીઝની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવી દીધો છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ઓપનર બની ગઈ છે. હવે બીજા દિવસે પણ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મનું હિન્દી અને મરાઠી બંને ભાષાનું કુલ કલેક્શન 20 કરોડને પાર કરી ગયું છે. Sacnilk મુજબ, ફિલ્મે બીજા દિવસે 10.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મને બીજા દિવસે 6275 શો મળ્યા હતા અને 28.9 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. ફિલ્મે હિન્દીમાં 3.40 કરોડ અને મરાઠીમાં 7.15 કરોડનું કલેક્શન કર્યું છે. ઉલ્લેખનીય છે કે બીજા દિવસના કલેક્શનના સત્તાવાર આંકડા હજુ સામે આવ્યા નથી, પરંતુ જો ફિલ્મે 10.55 કરોડ કમાયા હોય તો કુલ કલેક્શન 21.90 કરોડ રૂપિયા થઈ ગયું છે. હિન્દી સિનેમાના ગોલ્ડન ઈરા દરમિયાન ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા દિગ્ગજ અભિનેતા સુદેશ કુમારનું નિધન થયું છે. તેમની પુત્રી મિશિકા ધવન જમતાનીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. સુદેશ કુમારે 50, 60 અને 70ના દાયકામાં કામ કર્યું અને પોતાના અભિનય તેમજ સાદગીથી દર્શકો વચ્ચે એક ખાસ છાપ છોડી હતી. ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે તેમણે કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે પણ ઊંડો પ્રભાવ પાડ્યો હતો. તેઓ પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં 'પૃથ્વી થિયેટર' સાથે પણ જોડાયેલા હતા, જેના કારણે તેમના અભિનયમાં એક અલગ જ ઊંડાણ જોવા મળતું હતું. દિગ્ગજ અભિનેતાના નિધનના સમાચાર સામે આવ્યા બાદ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. સુદેશ કુમારે પોતાની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી અને તેઓ રાજ કપૂરના પણ ઘણા પ્રોજેક્ટ્સનો હિસ્સો રહ્યા હતા. રાજ કપૂર સાથે કામ કરતા તેમણે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ યોગદાન આપ્યું હતું. તેમણે લાંબી કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મો આપી, જેમાં 1959માં રિલીઝ થયેલી 'છોટી બહેન' અને 1961માં આવેલી 'સારંગા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે 'રોકેટ ગર્લ' (1962), 'પૈસે' (1957), 'ધરતી', 'વારિસ', 'ખાનદાન' અને 'મન મંદિર' જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી દર્શકોના દિલ જીત્યા હતા. આજે પણ તેમના ઘણા પાત્રો દર્શકોના હૃદયમાં વસે છે. સુદેશ કુમારે 95 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સુદેશ કુમારના અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા, જ્યાં હિન્દી સિનેમાના ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા અને દિવંગત અભિનેતાને અંતિમ વિદાય આપી હતી. સુદેશ કુમાર એ જૂજ કલાકારોમાંના એક હતા જેમણે પૃથ્વી થિયેટરથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી અને અભિનયની બારીકીઓ શીખી હતી. આ જ કારણે તેમને રાજ કપૂર સાથે કામ કરવાની તક મળી હતી. 1966ની પ્રખ્યાત ફિલ્મ 'દો બદન' માં તેમણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. આ ફિલ્મ આજે પણ તેના શાનદાર સંગીત અને વાર્તા માટે જાણીતી છે. આ પણ વાંચો-Ekta Kapoorના શોની એક્ટ્રેસ એ બધું જ છોડીને પકડી ભક્તિની રાહ, બની કૃષ્ણ ભક્ત અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ફિલ્મ ભૂત બંગલા એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ હવે 150 કરોડનો આંકડો સ્પર્શવા તરફ આગળ વધી રહી છે. પરંતુ તે પહેલાં, ફિલ્મે વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ હોરર કોમેડી ફિલ્મે પ્રભાસની ધ રાજા સાબને પાછળ છોડી દીધી છે. ભૂત બંગલા એ રિલીઝના બે અઠવાડિયા બોક્સ ઓફિસ પર એકહથ્થુ શાસન કર્યું. પરંતુ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કર્યા પછી, અક્ષય કુમાર અને વામિકા ગબ્બી સ્ટારર આ ફિલ્મને નવી રિલીઝ એક દિન અને રાજા શિવાજી સામે ટક્કર લેવી પડી રહી છે. તેમ છતાં 'ભૂત બંગલા' એ રિલીઝના 15માં દિવસે એટલે કે શુક્રવારે પણ જોરદાર કમાણી કરી હતી. એટલું જ નહીં, તેના કલેક્શનમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભૂત બંગલા એ રિલીઝના 15માં દિવસે 4.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે બીજા ગુરુવારે થયેલી 4 કરોડ રૂપિયાની કમાણી કરતા વધુ સારું પ્રદર્શન કર્યું છે. આ સાથે ભારતમાં તેની કુલ કમાણી હવે 148.66 કરોડ રૂપિયા થઈ ગઈ છે. GST સહિત ગ્રોસ ટોટલ 175.42 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ભૂત બંગલા હવે ઘરેલું બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી હોરર-કોમેડી ફિલ્મોની યાદીમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. તેણે પ્રભાસની ફિલ્મ ધ રાજા સાબને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. ધ રાજા સાબનું લાઈફટાઈમ કલેક્શન 146.04 કરોડ રૂપિયા હતું. હવે ભૂત બંગલાનો આગામી ટાર્ગેટ આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ થામા (157.05 કરોડ રૂપિયા) છે. આ પણ વાંચો- માઈકલ જેક્સનની દીકરીના શરીર પર છે 80 ટેટૂ, હિન્દીમાં લખાવ્યું જય ગુરુદેવ...! આ વર્ષે બોલીવુડની ઘણી મોટી ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે, જ્યારે ઘણી ફિલ્મો આવવાની છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આજે સાઉથ ફિલ્મની વાત કરીએ તો યશના ખાતામાં અત્યારે બે મોટી ફિલ્મો છે, પહેલી ટોક્સિક અને બીજી રામાયણ. હવે તેની TOXICને લઈને માહિતી સામે આવી છે કે આ ફિલ્મ ફરી એકવાર પોસ્ટપોન થઈ ગઈ છે. હા, પહેલા આ ફિલ્મ 19 માર્ચના રોજ આવવાની હતી, તે સમયે ધુરંધર 2 પણ શેડ્યૂલ હતી, તેથી આ ફિલ્મને હટાવી લેવામાં આવી હતી. પરંતુ મેકર્સનું કહેવું હતું કે મિડલ ઈસ્ટ ઈશ્યુના કારણે ડેટ બદલવામાં આવી છે. ત્યારબાદ 4 જૂનનો દિવસ પસંદ કરવામાં આવ્યો, હવે ફિલ્મ ત્યાંથી પણ પોસ્ટપોન થઈ ચૂકી છે. ફિલ્મમાં યશની સામે 5 એક્ટ્રેસ છે: કિયારા અડવાણી, હુમા કુરેશી, નયનતારા, રુક્મિણી વસંત અને તારા સુતારિયા. પરંતુ લાગે છે કે કિયારાએ પોતાનું મન બદલી લીધું છે. કિયારા અડવાણી પાસે અત્યારે સૌથી મોટી ફિલ્મ ટોક્સિક જ છે. પ્રેગ્નન્સી પહેલા જ તેણે આ ફિલ્મ માટે શૂટિંગ કરી લીધું છે, જેમાં તે યશની સામે ફીમેલ લીડ રોલમાં છે. બંનેનું ફિલ્મમાંથી એક ગીત પણ સામે આવી ચૂક્યું છે. પરંતુ હવે વસ્તુઓ બદલાઈ રહી છે. ટીઝર પછી પણ ફિલ્મમાં ઇન્ટિમેટ સીનને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે કિયારા શું ઈચ્છે છે તે જાણી લો. કિયારા અડવાણી, યશની આગામી ફિલ્મ Toxicમાં લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં આ જોડીના ઘણા રોમેન્ટિક સીન્સ છે. એક ન્યૂઝ વેબસાઇટ પર રિપોર્ટ છપાયો હતો, જેનાથી જાણવા મળ્યું કે ફિલ્મની ડાયરેક્ટર ગીતુ મોહનદાસે કિયારા અડવાણીને આ માટે મનાવી હતી. હા, ફિલ્મમાં યશ અને કિયારાના ઇન્ટિમેટ સીનનું શૂટિંગ ઘણા સમય પહેલા જ થઈ ગયું છે. પરંતુ આ સીન જોયા પછી કિયારા અડવાણીએ મન બદલી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી ઈચ્છતી હતી કે યશ અને ગીતુ આ ઇન્ટિમેટ સીનની લંબાઈ ઓછી કરી દે. એટલું જ નહીં, તેણે ટીમને એ પણ પૂછ્યું કે શું આ આખો સીન ફિલ્મમાંથી હટાવી શકાય છે. રિપોર્ટ મુજબ, આ ઇન્ટિમેટ સીનના શૂટિંગ દરમિયાન અભિનેત્રી ઘણી કમ્ફર્ટેબલ હતી. પરંતુ સીન જોયા પછી તેનું મન બદલાઈ ગયું. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો મેકર્સ જ જણાવી શકે છે કે શું કિયારાના કહ્યા પછી મેકર્સ સીન નાનો કરવા પર વિચાર કરી રહ્યા છે કે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી યશની ફિલ્મ ટોક્સિક માટે 15 કરોડ રૂપિયા ફી લઈ રહી છે. હા, આ તેની અગાઉની ફી કરતા ઘણી વધારે છે. અભિનેત્રીની છેલ્લી ફિલ્મ વોર 2 હતી, જે ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી. આ પણ વાંચો- રાજા શિવાજી એ ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ ગજવી નાખ્યું, આ ફિલ્મનો તોડ્યો રેકોર્ડ! બોલીવુડ અભિનેતા વિજય વર્મા હાલમાં તેમના પ્રેમ જીવનને લઈને સમાચારમાં છે. તમન્ના ભાટિયા સાથેના બ્રેકઅપ પછી, તેમને નવો પ્રેમ મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેમનું નામ આલિયા કુરેશી સાથે જોડાઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને ડેટિંગ કરી રહ્યા છે. આ દરમિયાન, વિજયને મુંબઈના ખાસ વેસ્ટમાં ફાર્મર્સ કાફેની બહાર તેની કથિત ગર્લફ્રેન્ડ આલિયા સાથે જોવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે તમન્ના ભાટિયા અને વિજય વર્મા એક સમયે બી-ટાઉનમાં સૌથી વધુ ચર્ચિત કપલ્સમાંના એક હતા. જોકે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ મૈત્રીપૂર્ણ રીતે અલગ થઈ ગયા હતા. જો કે હાલમાં વિજય વર્મા તેની નવી ગર્લફ્રેન્ડ અને ફિલ્મને લઈને સમાચારમાં છે. વિજય વર્મા અને આલિયા કુરેશીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, આ કપલ ફાર્મર્સ કાફેમાંથી બહાર નીકળતું જોવા મળે છે. આલિયાએ ગ્રે જીન્સ સાથે લાલ ટોપ પહેર્યું હતું. તેણે તેને લીલા રંગના લાંબા શર્ટ સાથે સ્ટાઇલ કર્યું હતું. તે ખૂબ જ સ્ટાઇલિશ દેખાતી હતી. આ દરમિયાન વિજય બ્રાઉન આઉટફિટમાં જોવા મળ્યો હતો. વિજય વર્મા અને આલિયા કુરેશીએ પાપારાઝી સાથે વાતચીત કરી ન હતી ફક્ત હાથ હલાવી અભિવાદન કર્યું. આ અગાઉ પણ મંગળવાર, 21 એપ્રિલના રોજ, અભિનેતાને મુંબઈમાં એક જાપાની રેસ્ટોરન્ટ, "મિઝુ" ની બહાર "જવાન" અભિનેત્રી આલિયા કુરેશી સાથે સ્પોટ થયા હતા. https://www.instagram.com/reel/DXyqGu7oGbm/?utm_source=ig_web_copy_link વિજય વર્મા તેમની નવીનતમ વેબ સિરીઝ, "મટકા કિંગ" ની સફળતાનો આનંદ માણી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને આમિર ખાન સુધી બધાએ એમેઝોન પર પ્રીમિયર થયેલી આ શ્રેણીની પ્રશંસા કરી છે. જોકે, વિજય તેમના અંગત જીવનને કારણે પણ સમાચારમાં છે. આ સિરીઝમાં વિજય ઉપરાંત કૃતિકા કામરા, સાઈ તામહણકર અને ગુલશન ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે. જણાવી દઈએ કે "મટકા કિંગ" ના પ્રમોશન દરમિયાન, વિજય વર્માએ ખુલીને જણાવ્યું કે ઓનલાઈન મળતી નકારાત્મકતાએ તેમના પર કેવી અસર કરી છે. તેમણે સ્વીકાર્યું કે તેઓ આ ઝડપથી બદલાતી દુનિયા સાથે "તાલમેલ રાખી શકતા નથી". તમન્ના બાદ વિજય આલિયા સાથે રિલેશનશિપમાં હોવાની ચર્ચાએ જોર પકડયું. આ પણ વાંચો : Popular Actress : 51ની ઉંમરે પણ સિંગલ છે આ એક્ટ્રેસ દિલની વાત જણાવતા કહ્યું, 'કોઈ ના મળ્યું તો શું...' જો તમે પણ હોરર ફિલ્મોના ફેન હોવ તો નેટફ્લિક્સ પર હાલમાં જ એક નવી હોરર ફિલ્મ રિલીઝ થઈ છે. 2 કલાક 9 મિનિટની આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવતાની સાથે જ પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહી છે. નેટફ્લિક્સ પર એન્ટ્રી કરતાની સાથે જ આ ફિલ્મે પોતાનો કબજો જમાવી લીધો છે, જોકે નબળા હૃદયવાળા લોકોએ આ ફિલ્મથી દૂર રહેવું. નેટફ્લિક્સ પર પહેલા નંબર પર ટ્રેન્ડ થઈ રહેલી આ ફિલ્મનું નામ રાકાસા છે. તેલુગુ ભાષાની આ ફિલ્મને તમે હિન્દીમાં પણ જોઈ શકો છો. આ ફિલ્મમાં તમને હોરર સીન્સની સાથે કોમેડીનો પણ ભરપૂર ડોઝ મળશે. ફિલ્મની સ્ટોરી વીરુ નામના પાત્રની આસપાસ ફરે છે. જ્યારે વીરુ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પોતાના ગામે પાછો ફરે છે ત્યારે તેને ખબર પડે છે કે તેની ગર્લફ્રેન્ડ કોઈ બીજાની થવા જઈ રહી છે, જેનાથી તેનું દિલ તૂટી જાય છે. દુઃખી થઈને વીરુ એક જૂના કિલ્લામાં જઈને સુઈ જાય છે, જ્યાં એક રાક્ષસ રહેતો હોય છે જે ગામના લોકોને બલિ આપવા માટે મજબૂર કરે છે. સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આ રાક્ષસ વીરુની પાછળ પડી જાય છે અને આ દરમિયાન વીરુ તેની જાળમાં ફસાઈ જાય છે. નેટફ્લિક્સની આ ટ્રેન્ડિંગ ફિલ્મમાં હોરર સીન્સની સાથે કોમેડી પણ જોવા મળે છે. ફિલ્મમાં વીરુ રાક્ષસની જાળમાંથી બહાર નીકળવાના પ્રયાસોમાં લાગેલો રહે છે. આનું ક્લાઈમેક્સ જાણવા માટે તમારે આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોવી પડશે. ફિલ્મમાં સંગીત શોભન અને નયન સારિકા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે. આ ફિલ્મની IMDb રેટિંગ 8.8 છે. જો તમે પણ હોરર-કોમેડી જોવાના શોખીન હોવ તો વીકેન્ડ પર જોવા માટે આ બેસ્ટ ફિલ્મ છે. સંગીત શોભનની આ હોરર-કોમેડી 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે અને આવતાની સાથે જ આ ફિલ્મે નેટફ્લિક્સ પર પહેલા નંબર પર કબજો જમાવ્યો છે. ભારતમાં આ ફિલ્મની સ્ટોરીને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પણ વાંચો- એક ફિલ્મ માટે વસૂલે છે અધધ ફી, સાઉથની આ એક્ટ્રેસની એક ઝલક માટે મેકર્સ કરોડો ખર્ચવા તૈયાર!

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Sandesh

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજા શિવાજીની મોટી શરૂઆત, સુદેશ કુમારનું નિધન | Achira News