(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલાથી સાત કિલોમીટર દૂર જોલી એન્જોય વોટરપાર્ક પાસે સ્વીફટ કાર, પીકઅપ વાન અને એક ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર એક પીકઅપ વાન આગળ જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પર ઉભેલા એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કર બાદ પાછળથી આવી રહેલી અમદાવાદ પાસિંગની સ્વીફટ કાર પણ આ અકસ્માતનો ભોગ બની હતી, જેના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. વાહનોને ભારે નુકસાન થયું હતું. આ દુર્ઘટનામાં કુલ ચાર લોકોને ઈજા થઈ હતી. તેમાંથી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય બે ઈજાગ્રસ્તોમાં એક બાળક અને કારનો ડ્રાઈવરનો સમાવેશ થાય છે. બંનેની હાલત ગંભીર જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, તેમની તબિયત નાજુક છે. પ્રાથમિક માહિતી મુજબ, આ પરિવાર અમદાવાદનો હોવાનું અને કાર પણ અમદાવાદ પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતા જ ચોટીલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ક્રેન અને સ્થાનિકોની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવ્યા હતા. મળતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચોટીલાની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે અકસ્માત સર્જાયો હોવાથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રણ અકસ્માત, બેનાં મોત, ચાર ઘાયલ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.