રાજકોટ, તા. પઃ લોધીકા પાસે આવેલ કંપનીમાંથી એકાઉન્ટન્ટ કંપનીના ખોટા હિસાબો અને રેકર્ડ ઉભા કરી ૩૯.ર૦ લાખની ઉચાપત કરી જતા પોલીસમાં ફરીયાદ થઇ છે. મળતી વિગતો મુજબ લોધીકાના હરીપર તરવડ ગામના સર્વે નં. ૧પ૭‘સતાવાડી' ચીભડા લોધીકા રોડ નજીક રાજકોટ ફાઉન્ડ્રી પ્રા.લી. માં મેનેજર તરીકે ફરજ બજાવતા અજયભાઇ ચુનીભાઇ ખુંટ, ધંધો વેપાર, રહે. રાજકોટ ન્યુ સુભાષનગર કોઠારીયા મેઇન રોડ, શેરી નં. ૧/૪ ‘પંચવટી' રાજકોટ એ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીક ેનોકરી કરતા નીલેશ મનસુખલાલ જાની ધંધો પ્રા. નોકરી રહે. રાજકોટ માધાપર ચોકડી ગૌતમ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૧ રાજકોટ મુળ ગામ ધોરાજી આર્દશ સ્કુલ પાછળ સામે લોધીકા પોલીસમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ગઇ તા. ૩૦-૪-ર૦ર૪ થી તા. ર૯-૧૧-ર૦રપ દરમ્યાન ફરીયાદીની કંપનીના ખોટા હીસાબો કરી ખોટુ રેકર્ડ ઉભુ કરીને કંપનીના બેંક ખાતામાંથી અલગ-અલગ વ્યકિતઓના નામે, અલગ -અલગ કંપનીઓને એડવાન્સ પેટે તથા પેમેન્ટ પેટે રુપિયા આપવાના બહાને પોતાના પગાર ઉપરાંત પોતે પોતાના (૧) કોટક મહિના બેંકના ખાતા રૂપિયા ૩ર,૯૪,૭૮પ તથા (ર) ઇન્ડુસીડ બેંક ખાતામાં રૂપિયા ૬,ર૬,૦૧પ મળી કુલ રૂપીયા રૂા. ૩૯,ર૦,૮૦૦ની કંપનીના બેંક ખાતામાંથી ઉંચાપત કરી ઓનલાઇન ટ્રન્સફર કરી લઇ, કંપની સાથે છેતરપીંડી કરી હતી. આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રાજકોટ એકાઉન્ટન્ટ કંપની પર ₹39 લાખનું ઉચાપતનો આરોપ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.