Achira News Logo
Achira News

રાજકોટ એલસીબીએ બે દરોડામાં ₹1 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો

Divya Bhaskar
રાજકોટ એલસીબીએ બે દરોડામાં ₹1 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો
Full News
Share:

રાજકોટ શહેરમાં એલસીબી ઝોન-1 દ્વારા વિદેશી દારૂના જથ્થા સામે ડબલ કાર્યવાહી કરાઇ છે. બેડી ગામની સીમમાં આવેલી મેળાધાર વાડી અને કુચિયાદળના દ્વારકેશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં દરોડા પાડી કુલ રૂ.13.82 લાખથી વધુનો દારૂ અને મુદ્દામાલ કબજે કરાયો છે. પ્રથમ બનાવમાં, બેડી નજીક વાછકપર વિસ્તારમાં રહેતા દિવ્યેશ નારણભાઈ ચંદરોલાની વાડીમાં ઓરડી અને ઘાસ નીચે છુપાવેલી 3,120 બોટલ વિદેશી દારૂનો રૂ.9.36 લાખનો જથ્થો ઝડપાયો હતો. એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડી દિવ્યેશને સ્થળ પરથી ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે આ દારૂ મોટામવા પાસે રહેતા તેના મિત્ર શક્તિસિંહ પરમાર મૂકી ગયો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મોબાઇલ સહિત કુલ રૂ.9.39 લાખનો મુદ્દામાલ કબજે કરી શક્તિસિંહને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. બીજા બનાવમાં, કુચિયાદળના દ્વારકેશ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં બૂટલેગર ફિરોઝ હાસમ મેણુના ગોડાઉન અને ક્રેટા કારમાંથી 1,488 બોટલનો રૂ.4.46 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર, બાઈક સહિત કુલ રૂ.14.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન ફિરોઝ મેણુ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.

Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Divya Bhaskar

Want to join the conversation?

Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.

રાજકોટ એલસીબીએ બે દરોડામાં ₹1 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો | Achira News