રાજકોટ તા. ૧૯: શહેર એસઓજીની ટીમે રાજકોટના ઇતિહાસમાં પહેલી જ વખત કાલાવડ રોડ જે. કે. ચોક પુષ્કરધામ મેઇન રોડ પર પટેલ રેસ્ટોરન્ટ પાસે બાતમીના આધારે વોચ રાખી એક શખ્સને રૂા. ૨,૪૨,૦૦૦ના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો. મુળ મુંબઇનો આ શખ્સ વર્ષોથી રાજકોટમાં રહે છે. અમદાવાદ તરફથી વેંચવા માટે લાવ્યાનું તે રટણ કરી રહ્યો હતો. આ શખ્સના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ શરૂ કરવામાં આવતાં તેના જગન્નાથ પ્લોટના મકાનમાંથી વધુ રૂપિયા ૧૦.૩૬ લાખનો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો છે. સામાન્ય રીતે વિદેશથી ખાસ કરીને થાઇલેન્ડ તરફથી આવતો આ ગાંજો આ શખ્સ મુંબઇ-અમદાવાદ તરફથી લાવ્યાનું રટણ કરતો હોઇ તપાસનો દોર તે તરફ આગળ વધશે. જાણવા મળ્યા મુજબ શહેરમાં યુવાધન માદક પદાર્થના રવાડે ન ચડે અને આવા પદાર્થનું વેંચાણ-હેરાફેરી ન થાય તે માટે‘સે નો ટુ ડ્રગ્સ'ઝુંબેશ ચાલી રહી છે. આ અંતર્ગત એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા,કોન્સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતાં જે. કે. ચોક પુષ્કરધામ રોડ પર પટેલ પાન નજીકથી એક શખ્સને સકંજામાં લીધો હતો. તેની તલાશી લેતાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષીને જાણ કરતાં તેમણે આ પદાર્થ હાઇબ્રીડ ગાંજો હોવાનું સ્પષ્ટ કર્યુ હતું. પુછતાછમાં આ શખ્સે પોતાનું નામ ધ્રુવ સંજયભાઇ જોષી (ઉ.વ.૨૬-રહે. શિતલ પાર્ક-૨,શિવ શક્તિ સોસાયટી બ્લોક નં. ૯ રાજકોટ,મુળ સ્પ્રીંગ બિલ્ડીંગ,સંઘવી એસ-૩,ઇકોસીટી મીરા રોડ ઇસ્ટ મુંબઇ) જણાવ્યું હતું. તેની પાસેથી એસઓજીએ રૂા. ૨,૪૨,૦૦૦નો ં.૩૮૦ ગ્રામ હાઇબ્રીડ ગાંજો,રોકડા રૂા. ૫૦૦,બે મોબાઇલ ફોન,આધાર કાર્ડ,કાળુ પાકીટ મળી કુલ ૩,૬૨,૮૮૦નો મુદ્દામાલ કબ્જે કરી ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પ્રાથમિક પુછતાછમાં ધ્રુવ જોષીએ કબુલ્યું હતું કે પોતે વર્ષોથી રાજકોટ સ્થાયી થયો છે અને છુટક કામ કરે છે. પોતે આ હાઇબ્રીડ ગાંજો વેંચવા માટે અમદાવાદ તરફથી લાવ્યાનુ઼ રટણ કરે છે. સાચી વિગતો ઓકાવવા અને ગાંજો આપનાર સુધી પહોંચવા તેના રિમાન્ડ મેળવવાતી તજવીજ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ એસ. ઓ. જી. એ રૂ. 2.42 લાખના હાઇબ્રિડ ગાંજાની સાથે વ્યક્તિની ધરપકડ કરી
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.