રાજકોટ તા. ૨૧: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મિડીયા-પત્રકારના નામે ફુટી નીકળેલા અનેક કહેવાતા લેભાગુ મિડીયામેન, સંચાલકોની કરતૂતનો પર્દાફાશ થયો છે. એક ડોકટરના ક્લીનીકના અંગતપળના વિડીયો તેને ત્યાં જ કામ કરતાં ડોક્ટરે સ્પાઇ કેમેરાથી રેકોર્ડ કરી ત્રણ કહેવાતા મિડીયામેનને આપ્યા બાદ આ બધાએ અન્યને આપી દીધા હતાં. બાદમાં આ બધાએ કાવત્રાના ભાગ રૂપે ડોક્ટરને ડરાવી ધમકાવી બ્લેક મેઇલ કરી ૨૫ લાખની ખંડણી માંગી હતી. જે પૈકી એક જણાએ તો ૫૦ હજાર પડાવી પણ લીધા હતાં. એક કહેવાતા પત્રકારે જીવવા નહિ દે અને બીજાએ જો રૂપિયા નહિ આપો તો એવા બદનામ કરશું કે આત્મહત્યા સિવાય રસ્તો નહિ રહે તેવી ધમકી આપી હતી. ડોકટર અને ૧૦ કથીત મિડીયા સંચાલક-કર્મી સહિત ૧૩ સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસે ભોગ બનેલા ડોકટરની ફરિયાદ પરથી ડો. કમલ નાંઢા, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કર, સત્યની ગર્જના ન્યુઝના હિરેન ભીખુભાઇ વાળા, અજયસિંહ દોલુભા ચુડાસમા, હાર્દિક નિતીનભાઇ ડોડીયા, રાજકોટ હેડલાઇન્સના જગદીશ તેરૈયા, ભારત ટાઇમ્સવાળા જીગર સોઢા, ભારત ટાઇમ્સના ઘનશ્યામ પટલ, ભારત ટાઇમ્સના જતીન નથવાણી, જતીન નથવાણીના પત્નિ સ્વાતિબેન નથવાણી, બી-વન ન્યુઝવાળા ભરતભાઇ તથા બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારક સહિત તપાસમાં ખુલે તેની સામે બીએનએસની કલમો હેઠળ ડોક્ટરના તેનીસ્ત્રી મિત્ર સાથેના અંગતપળોના વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ ૨૫ લાખની ખંડણી માંગી ટોળકી પૈકીના જતીને ૫૦ હજાર પડાવી બાકીના રૂપિયા બે દિવસમાં નહિ આપે તો જીવવા નહિ દેવ તેવી ધમકી આપી સમાજમાં બદનામ કરવાના ઇરાદે અલગ અલગ સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી દેવાનો ગુનો નોંધ્યો છે. ડોક્ટરે ફરિયાદમાં જણાવ્યું છે કે પાંચેક વર્ષ પહેલા હું ક્લીનીક પર હતો ત્યારે લેડીઝ ડોક્ટર રાખ્યા હતાં. એ પછી ૨૦૨૪માં અમારા ક્લીનીકનો અંગત પળનો વિડીયો મને એક વ્હોટ્સએપ નંબરથી આવ્યો હતો અને કોલ કરીને રૂા. ૫૦ લાખ માંગ્યા હતાં. તેમજ જો રૂપિયા ન આપુ તો વિડીયો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી. મેં તેને આ વિડીયો ખોટો છે તેમ કહેતાં તેણે રૂપિયા દેવા જ પડશે. પછી તપાસ કરતાં ખબર પડી હતી કે બીજા ક્લીનીકમાં કોઇએ સ્પાય કેમેરો મુકી વિડીયો રેકોર્ડ કયા ર્હતાં. બાદ ૯-૨-૨૬ના રોજ ભારત હેડલાઇન્સએ પોતાના ઇન્સ્ટા આઇડીમાં નામ વગરની મીમ પોસ્ટ મુકી હતી. જેમાં એક કિસ કરતો કાર્ટૂનનો ફોટો મુકી રાજકોટનો જાણીતો તબિબ પોતાની જ ક્લીનિકમાં રંગરેલીયા મનાવતો હોવાનો વિડીયો વાયરલ એવુ લખ્યું હતું. આ પોસ્ટ મને ડરાવવા બ્લેકમેઇલ કરવા બનાવી હતી. ત્યારબાદ મને અમદાવાદના ઘનશ્યામ પટેલના નામે ફોન કરી વિડીયો બાબતે પુષ્ટી કરવા ફોન કર્યાનું અને પોતાનો માણસ આવશે તેમ કહ્યું હતું. બાદમાં એક શખ્સે જીગર સોઢાના નામે ફોન આવ્યો હતો. બાદમાં તે ક્લીનીકમાં ઘુસી આવ્યો હતો અને સ્પાઇ કેમેરો ચાલુ હતો. આ શખ્સે કહેલું કે આ વિડીયોવાળા તમે જ છો ને. જેથી મેં કહેલું કે ૨૦૨૪માં મેં અરજી કરી છે. જેમાં તમે છ સાત જણા છો. આ પછી તેણે જોઇ લેવાની ધમકી આપી હતી. એ પછી કાના નામના શખ્સે આવી કહેલું કે હિરેન મકવાણા પાસે તમારા વિડીયો છે. હું હિરેનને મળતાં તેણ કહેલુ કે મારે સત્યની ગર્જના ન્યુઝ પોર્ટલ છે. તેમાં મારી સાથે અજયસિંહ, હાર્દિક કામ કરે છે. તમારે ત્યાં અગાઉ કામ કરતાં ડો. કમલ નાંઢાએ તમારા અંગત પળના વિડીયો બનાવી અમને આપ્યા છે. આ વ્ડિીયો મેં ભારત ટાઇમ્સના જીગર સોઢા, ભારત હેડલાઇન્સના અમિત ઠક્કરને દીધા છે.
રાજકોટ ખાતે ડોક્ટરને બ્લેકમેલ કરવા બદલ ભ્રષ્ટ મીડિયા કર્મચારીનો પર્દાફાશ
Akila News•

Full News
Share:
Disclaimer: This content has not been generated, created or edited by Achira News.
Publisher: Akila News
Want to join the conversation?
Download our mobile app to comment, share your thoughts, and interact with other readers.